વિડીયોમાં વિરાટ કોહલી બેબી કામ ડાઉન કહેતો અને નાચતો જોવા મળી રહ્યો છે. બેકગ્રાઉન્ડમાં હોળીનું જાણીતું ગીત ‘રંગ બરસે ભીગે ચુનર વાલી’ વાગી રહ્યું છે. પાછળથી કેપ્ટન રોહિત શર્મા ગુલાલ ઉડાડતો જોવા મળી રહ્યો છે. સૂર્યકુમાર યાદવએ પણ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ઉજવણીની તસવીરો શેર કરી છે.
અમદાવાદમાં 9 માર્ચથી રમાનારી આ ટેસ્ટ મેચમાં ઘણું દાવ પર લાગેલું છે. હાલ ભારતીય ટીમ સીરિઝમાં 201થી આગળ છે, પરંતુ ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં તેને 9 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જો, ટીમ ઈન્ડિયા ચોથી ટેસ્ટ જીતી જશે તો સીધી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ફાઈનલમાં પહોંચી જશે, પરંતુ હાર થવા પર મામલો ફસાઈ શકે છે, કેમકે પછી તેને આશા રાખવી પડશે કે ન્યૂઝીલેન્ડ પોતાના ઘરમાં શ્રીલંકાને ટેસ્ટ સીરિઝમાં હરાવે.