ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ ઈન્દોરમાં રમાઈ હતી. અગાઉ ભારતે બે ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને માત્ર ત્રણ ત્રણ દિવસમાં જ હરાવ્યું હતું. ત્યારે ઓસ્ટ્રેલિયાએ પણ આનો બદલો વાળ્યો છે. ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયાએ પણ ભારતને માત્ર ત્રણ દિવસમાં ઘૂંટણિયે પાડ્યું હતું અને પોતાનો બદલો લીધો હતો. આ વખતે નાથન લોયનની બોલિંગ પણ જોરદાર રહી હતી. જો કે, તેની સામે બેટ્સમેન ટકી શક્યા નહોતા.