0 પર આઉટ થયા 7 બેટર
આઈલ ઓફ મેનની ટીમ 8.4 ઓવરમાં ફક્ત 10 પર ઓલ-આઉટ થઈ ગઈ હતી. ટીમનો એક પણ બેટર બે આંકડાના સ્કોર સુધી પહોંચી શક્યો ન હતો. સાત ખેલાડીઓ તો બે આંકડાના સ્કોર સુધી પણ પહોંચી શક્યા ન હતા. પ્લેયર ઓફ ધ મેચ અતીફ મહેમૂદે 4 ઓવરમાં 6 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ કામરાને 4 ઓવરમાં ફક્ત 4 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. 11 રનના લક્ષ્યાંકને પાર પાડવા મેદાનમાં ઉતરેલી સ્પેનિશ ટીમ માટે ઓપનર ઓવેસ અહેમદે બે બોલમાં બે સિક્સર ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. એક એક્સ્ટ્રા રન નો-બોલનો પણ હતો. આમ ટીમે 118 બોલ બાકી રાખતા 10 વિકેટ વિજય નોંધાવ્યો હતો.
તુર્કીનો શરમજનક રેકોર્ડ તૂટ્યો
આ પહેલા ટી20માં સૌથી ઓછા સ્કોરનો શરમજનક રેકોર્ડ તુર્કીના નામે હતો. ચાર વર્ષ પહેલા 2019માં તુર્કીની ટીમ ચેક રિપબ્લિક સામેની મેચમાં 21 રનમાં ઓલ-આઉટ થઈ ગઈ હતી. આઈલ ઓફ મેન અત્યાર સુધીમાં 16 ઈન્ટરનેશનલ ટી20 મેચ રમી ચૂકી છે. જેમાંથી આઠ મેચમાં તેનો વિજય થયો છે જ્યારે આઠ મેચમાં તેને પરાજયનો સામનો કરવો પડ્યો છે.
કયો દેશ છે આઈલ ઓફ મેન?
ઘણા લોકોએ કદાચ આઈલ ઓફ મેન દેશનું નામ પ્રથમ વખત સાંભળ્યું હશે. હકિકતમાં આ દેશ ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડ વચ્ચે આયરિશ સમુદ્રમાં આઈલ ઓફ મેન દેશ આવેલો છે. આ દેશ બ્રિટિશ રાજાશાહીના આધીન છે. પોતાના દરિયા કિનારા, મધ્યકાલીન મહેલો અને ગ્રામીણ જીવન ધરાવતા આ દેશની ટીમ હાલમાં સ્પેનના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે 24થી 26 ફેબ્રુઆરી દરમિયાન ટી20 સીરિઝ રમાઈ હતી.