ravindra jadeja, પત્નીને પણ નહીં, ઈન્સ્ટાગ્રામ પર ફક્ત એક જ વ્યક્તિનેને ફોલો કરે છે રવિન્દ્ર જાડેજા, જાણો કોણ છે તે - following my friend nathan lyon for 24 hours ravindra jadeja posts curious instagram story

ravindra jadeja, પત્નીને પણ નહીં, ઈન્સ્ટાગ્રામ પર ફક્ત એક જ વ્યક્તિનેને ફોલો કરે છે રવિન્દ્ર જાડેજા, જાણો કોણ છે તે – following my friend nathan lyon for 24 hours ravindra jadeja posts curious instagram story


ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલ-રાઉન્ડર રવિન્દ્ર જાડેજા હાલમાં પોતાના પ્રદર્શનના કારણે ઘણો ચર્ચામાં છે અને ચારેય તરફ તેની પ્રશંસા થઈ રહી છે. ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ બે ટેસ્ટમાં સૌરાષ્ટ્રના આ સ્ટારે ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. જોકે, તે એક અન્ય કારણને લઈને પણ ચર્ચામાં છે અને તે છે. જાડેજા સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર 5 મિલિયન ફોલોઓર્સ ધરાવે છે. જોકે, ખાસ વાત એ છે કે તે કોઈને પણ ફોલો કરી રહ્યો નથી. જાડેજાએ પોતાના પત્ની રિવાબાને પણ ફોલો કરી રહ્યો નથી. પરંતુ રવિવારે જાડેજાએ એક વ્યક્તિને ફોલો કરવાનું શરૂ કર્યું છે. જાડેજાએ રવિવારે ઓસ્ટ્રેલિયન સ્પિનર નાથન લાયનને ફોલો કર્યો હતો. જોકે, તેણે સ્પષ્ટ કર્યું હતું કે તે ફક્ત 24 કલાક માટે જ લાયનને ફોલો કરશે.

રવિન્દ્ર જાડેજાએ એક ઈમોજી સાથે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું કે, 24 કલાક માટે હું મારા મિત્ર નાથન લાયનને ફોલો કરી રહ્યો છું. આ સાથે જાડેજાએ પોતાની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલનો સ્ક્રીનશોટ પણ રાખ્યો હતો. ઓસ્ટ્રેલિયન સ્પિનરે જાડેજાની ઈન્સ્ટા સ્ટોરીનો સ્ક્રીનશોટ લઈને પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં શેર કર્યો હતો.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં ચાર ટેસ્ટ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમાઈ રહી છે. જેની પ્રથમ બંને ટેસ્ટમાં ભારતે લાજવાબ પ્રદર્શન કરતાં વિજય નોંધાવ્યો હતો. આ સાથે રોહિત શર્માની આગેવાનીવાળી ટીમે 2-0ની સરસાઈ મેળવીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રિટેન કરી લીધી છે. નાગપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતે એક ઈનિંગ્સ અને 132 રને વિજય નોંધાવ્યો હતો. જ્યારે દિલ્હી ખાતેની બીજી ટેસ્ટમાં ટીમ છ વિકેટ જીતી હતી. પ્રથમ બંને ટેસ્ટમાં ભારતની સ્પિન જોડી રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિને તરખાટ મચાવી દીધો છે.

નોંધનીય છે કે ગત વર્ષે રમાયેલા એશિયા કપ દરમિયાન જાડેજાને ઘૂંટણમાં ઈજા થઈ હતી. ત્યારબાદ તેની સર્જરી કરવામાં આવી હતી. તેના કારણે તે ટી20 વર્લ્ડ કપમાં રમી શક્યો ન હતો. ઓસ્ટ્રેલિયા સીરિઝ પહેલા તેણે પોતાની ફિનેટસ સાબિત કરવા માટે રણજી ટ્રોફીની મેચ રમી હતી. બાદમાં ઓસ્ટ્રેલિયા સામે તેણે ઈન્ટરનેશનલ લેવલે કમબેક કર્યું છે અને પ્રથમ બે મેચમાં જ પોતાની મહત્વતા દેખાડી દીધી છે. દિલ્હીમાં જાડેજાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *