Sourav Gangulyએ Rohit Sharmaના ગાયા ગુણગાન, કેપ્ટનશિપમાં MS Dhoni અને Virat Kohliથી ગણાવ્યો અલગ - sourav ganguly praised rohit sharma calls is captainship difference from ms dhoni and virat kohli

Sourav Gangulyએ Rohit Sharmaના ગાયા ગુણગાન, કેપ્ટનશિપમાં MS Dhoni અને Virat Kohliથી ગણાવ્યો અલગ – sourav ganguly praised rohit sharma calls is captainship difference from ms dhoni and virat kohli


રોહિત શર્મા (Rohit Sharma) એક સારો કેપ્ટન હોવાનું બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીનું (Sourav Ganguly) માનવું છે. જો કે, તેમનું કહેવું છે કે, તેની કેપ્ટનશિપમાં ટીમે પરિણામ માટે રાહ જોવી પડશે. 35 વર્ષીય રોહિત શર્માને વિરાટ કોહલીની જગ્યાએ તમામ ફોર્મેટમાં કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત શર્મા કેપ્ટન બન્યા બાદથી વર્કલોડ મેનેજમેન્ટ, કોરોના મહામારી અને ઈજાની ચિંતાઓ વચ્ચે ભારતે સાત કેપ્ટનોને અલગ-અલગ તબક્કે ટીમનું નેતૃત્વ કરતા જોયા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વખત ચેમ્પિયનની ટ્રોફી અપાનારા રોહિત શર્માથી સૌરવ ગાંગુલી ખાસ પ્રભાવિત થયા છે. તેમનું કહેવું છે કે, દિગ્ગજ મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) અને વિરાટ કોહલી (Virat Kohli) જેવા કેપ્ટનની સાથે સરખામણી કરતાં પહેલા તેને પૂરતો સમય આપવો જોઈએ.

38 ટેસ્ટ, 42 વન-ડે અને 61 T20: આ છે આગામી પાંચ વર્ષ માટે ટીમ ઈન્ડિયાનું શિડ્યુલ

સૌરવ ગાંગુલીએ રોહિત શર્માના કર્યા વખાણ
સૌરવ ગાંગુલીએ ‘લીડરશિપ ઈન મોર્ડન ઈન્ડિયા’ પર બંગાળ પીયરલેસ ઈવેન્ટ દરમિયાન કહ્યું હતું કે, ‘રોહિત શર્મા સ્પષ્ટ રીતે થોડો શાંત છે, જે દરેક બાબતોને ખૂબ જ ધીરજ અને સાવચેતીપૂર્વક લે છે, તે એવો વ્યક્તિ નથી જે ખૂબ આક્રમક છે’. આ ઈવેન્ટમાં સૌરવ ગાંગુલી નિવૃતિ બાદ ભારતીય કેપ્ટન સાથે જોડાયેલા સવાલના જવાબ આપી રહ્યા હતા.

‘મને કામ આપો, હું ગમે તે કરવા તૈયાર છું’, બેરોજગારીથી પરેશાન છે પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલે

ધોની અને કોહલી માટે સૌરવ ગાંગુલીએ શું કહ્યું?
તેમણે કહ્યું હતું કે, ‘ભારતે છેલ્લા કેટલાક વર્ષમાં કેટલાક મહાન કેપ્ટન આપ્યા છે. ધોની, જેણે ફેરફારના તબક્કાને શાનદાર રીતે સંભાળ્યો અને માત્ર ભારત માટે જ નહીં પરંતુ તેની ફ્રેન્ચાઈઝી (ચેન્નાઈ સુપર કિંગ્સ) માટે પણ સફળતા મેળવી’. તો વિરાટ કોહલી વિશે વાત કરતાં કહ્યું હતું ‘ત્યારબાદ વિરાટ કોહલી આવ્યો, જેનો રેકોર્ડ પણ શાનદાર છે. તે એક અલગ પ્રકારનો કેપ્ટન હતો, તેણે બધું અલગ રીતે કર્યું. દરેક વ્યક્તિ અલગ હોય છે પરંતુ સૌથી વધારે જે મહત્વનું છે તે છે પરિણામ અને તમારી પાસે કેટલી જીત છે તેમજ હાર છે. હું કોઈની સરખામણી નથી કરતો, નેતૃત્વ કરવાની દરેકની પોતાની અલગ રીત હોય છે’.

સૌરવ ગાંગુલીને નથી આ વાતનો પસ્તાવો
સૌરવ ગાંગુલીની કેપ્ટનશિપ હેઠળ, ટીમ ઈન્ડિયા 2003ના ODI વર્લ્ડ કપના ફાઈનલમાં પહોંચી હતી, જ્યાં ઓસ્ટ્રેલિયા સામે કારમી હાર મળી હતી. ટોસ જીત્યા બાદ ગાંગુલીએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લેતાં તેમના પર સવાલ ઉઠ્યા હતા. કારણ કે, ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટ પર 359 રન બનાવ્યા હતા અને 125 રનના વિશાળ અંતરથી વર્લ્ડ કપ જીત્યો હતો. જો કે, આ નિર્ણય અંગે ગાંગુલીને કોઈ જ પસ્તાવો નથી. તેમણે કહ્યું હતું કે, ‘હું પાછળ વળીને જોતો નથી. હું નિરાશ હતો કારણ કે, ફાઈનલમાં હારી ગયો. પરંતુ મને નથી લાગતું કે ટોસ ફાઈનલ હારવાનો કારણ હતો. અમે સારું નહોતા રમ્યા’.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *