cheteshwar pujara 100th test match, ચેતેશ્વર પૂજારાની 100મી ટેસ્ટઃ ભારત માટે આ મોટી ટ્રોફી જીતવા ઈચ્છે છે સૌરાષ્ટ્રનો સ્ટાર - 100th test match cheteshwar pujara wants to win world test championship final for india

cheteshwar pujara 100th test match, ચેતેશ્વર પૂજારાની 100મી ટેસ્ટઃ ભારત માટે આ મોટી ટ્રોફી જીતવા ઈચ્છે છે સૌરાષ્ટ્રનો સ્ટાર – 100th test match cheteshwar pujara wants to win world test championship final for india


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગુરૂવારથી દિલ્હીમાં બીજી ટેસ્ટ ક્રિકેટ મેચનો પ્રારંભ થશે. આ મેચ ભારતના સ્ટાર બેટર ચેતેશ્વર પૂજારાની 100મી ટેસ્ટ મેચ છે. પૂજારા ભારતીય ટેસ્ટ ટીમનો મહત્વનો ખેલાડી છે. પોતાની અત્યાર સુધીની 99 ટેસ્ટ મેચમાં પૂજારાએ 44.15ની સરેરાશ સાથે 7021 રન નોંધાવ્યા છે જેમાં 19 સદી અને 34 અડધી સદી સામેલ છે. 35 વર્ષીય પૂજારા 100 કે તેથી વધુ ટેસ્ટ રમનારો ભારતનો 13મો ક્રિકેટર બની જશે. પોતાની 100મી ટેસ્ટ અગાઉ પૂજારાએ પોતાની એક ઈચ્છાની વાત કરી છે અને કહ્યું છે કે તેનું સપનુ ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતાડવાનું છે.

પૂજારાએ જણાવ્યું હતું કે, હજી ઘણું હાંસલ કરવાનું છે. હું 100મી ટેસ્ટ મેચ રમવા માટે ખરેખર આતુર છે. પરંતુ આ સાથે જ અમે એક મહત્વની સિરીઝ રમી રહ્યા છીએ. તેથી આસા છે કે અમે આ ટેસ્ટ મેચ જીતીશું અને ત્યારપછીની ટેસ્ટ અમે જીતીશું ત્યારે અમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ક્વોલિફાઈ કરી લઈશું. ભારત માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ જીતવી તે મારું સ્વપ્ન છે જે ગત ફાઈનલમાં થઈ શક્યું ન હતું. પરંતુ આશા છે કે એક વખત અમે ક્વોલિફાઈ થઈશું તો અમે તેને જીતવાનો પ્રયાસ કરીશું.

પૂજારાએ ઓક્ટોબર 2010માં ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું અને રસપ્રદ વાત એ છે કે પૂજારાએ ઓસ્ટ્રેલિયા સામે જ ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. પૂજારાએ 2010માં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન બેંગલુરૂના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યારથી પૂજારા ટેસ્ટમાં ભારતીય ટીમમાં મિડલ ઓર્ડરનો આધારભૂત બેટર બની ગયો છે.

સૌરાષ્ટ્રના સ્ટાર બેટરે જણાવ્યું હતું કે, જ્યારે મેં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું અને ત્યારબાદ મેં ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું, ત્યારે મેં વિચાર્યું ન હતું કે હું 100 ટેસ્ટ મેચ રમીશ. મારા માટે હંમેશા વર્તમાનમાં રહેવું મહત્વનું છે અને હું વધારે આગળનું વિચારતો નથી. તેથી મારા માટે આ સિરીઝ શરૂ થવાની હતી અને ત્યારે મને ખબર પડી કે હું મારી 100મી ટેસ્ટ રમવા જઈ રહ્યો છું. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું 100 ટેસ્ટ મેચ રમીશ અને મારો તે ગોલ પણ ન હતો. હું હંમેશા પ્રત્યેક ટેસ્ટ મેચ અને સિરીઝમાં સારો દેખાવ કરે તેવો ખેલાડી બનવા ઈચ્છતો હતો. 100મી ટેસ્ટ મારી આ સફરનો એક ભાગ છે.

આ ભારતીય ખેલાડી રમી ચૂક્યા છે 100 ટેસ્ટ
ભારત માટે સૌથી વધુ ટેસ્ટ સચિન તેંડુલકરના નામે છે. સચિન તેંડુલકર વર્લ્ડ રેકોર્ડ 200 ટેસ્ટ મેચ રમ્યો છે. જ્યારે રાહુલ દ્રવિડે 163, વીવીએસ લક્ષ્મણ 134, અનિલ કુંબલે 132, કપિલ દેવ 131, સુનિલ ગાવસ્કર 125, દિલીપ વેંગસરકર 116, સૌરવ ગાંગુલી 113, વિરાટ કોહલી 105, ઈશાન્ત શર્મા 105, હરભજન સિંહ 103 અને વિરેન્દ્ર સહેવાગ 102 ટેસ્ટ મેચ રમ્યા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *