જયદેવ ઉનડકટ હાલ સૌરાષ્ટ્રની ટીમનો કપ્તાન
ફાસ્ટર બોલર જયદેવ ઉનડકટ હાલ સૌરાષ્ટ્રની ટીમનો કપ્તાન છે. જોકે જયદેવ ઉનડકટની ગેરહાજરી હોવા છતાં સૌરાષ્ટ્રની ટીમે સેમીફાઈનલ મેચમાં કર્ણાટકને 4 વિકેટે હરાવીને પાંચમી વખત રણજી ટ્રૉફીની ફાઈનલ મેચમાં જગ્યા બનાવી છે. તો બીજી તરફ 2019-20 સિઝનની ચેમ્પિયન ટીમ સૌરાષ્ટ્રે સેમિફાઈનલ મેચના પાંચમા દિવસે જીત માટે જરૂરી 115 રન બનાવી દીધા હતા. ઉલ્લેખનીય છે કે 2019-20ની રણજી સિઝનમાં પણ સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે જ ફાઈનલ મેચ રમાઈ હતી. ત્યારે ફરી એકવખત આ બન્ને ટીમો વચ્ચે ફાઈનલ મેચ રમાવવા જઈ રહી છે.
2013માં ભારત તરફથી 7 વનડે પણ રમી ચૂક્યો જયદેવ ઉનડકટ
ભારત ટીમનો ફાસ્ટર બોલર જયદેવ ઉનડકટની વાત કરીએ તો વર્ષ 2010માં સાઉથ આફ્રિકા વિરુદ્ધ સેન્ચૂરિયનમાં પોતાનું ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. જોકે ત્યાર બાદ ખુબજ લાંબી રાહ જોયા બાદ ગત વર્ષે જ ડિસેમ્બરમાં બાંગ્લાદેશ વિરુદ્ધ પોતાની કરિયરની બીજી ટેસ્ટ મેચ રમવાની તક તેને મળી હતી. આ 31 વર્ષીય જયદેવ ઉનડકટ 2013માં ભારત તરફથી 7 વનડે પણ રમી ચૂક્યો છે. જેમાં તેણે 8 વિકેટ ઝડપી હતી.
ઑસ્ટ્રેલિયન ટીમ હાર્યા બાદ ટીમમાં પણ ખળભળાટ
નાગપુર ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં ઑસ્ટ્રેલિયન ટીમ હાર્યા બાદ ટીમમાં પણ ખળભળાટ મચ્યો છે. હવે ટીમ મેનેજમેન્ટે લેફ્ટ આર્મ સ્પિનર મેથ્યૂ કુહમેનને સ્ક્વોડમાં સામેલ કરી દીધો છે. જે ટૂંક સમયમાં ટીમ સાથે જોડાશે અને કુહમેનની દિલ્હી ટેસ્ટ મેચ માટેની પ્લેઈંગ ઈલેવનમાં રમવાની સંભાવનાઓ પણ વધી ગઈ છે. જોકે મેથ્યુ કુહમેને મિચેલ સ્વેપસનની જગ્યા લીધી છે. કારણકે મિચેલ સ્વેપસન પ્રથમ વખત પિતા બનવા જઈ રહ્યો છે. જેના કારણે તે પોતાની પ્રેગ્નેન્ટ પત્ની પાસે રહેવા માંગે છે. તો બીજી તરફ એવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે મિચેલ સ્વેપસન ત્રીજી ટેસ્ટ પહેલા ટીમ સાથે જોડાઈ જશે.
Read Latest Sports News And Gujarat News