રાહુલ જે રીતે બેટિંગ કરી રહ્યો હતો તે જોઈને કિવી બોલરો સંપૂર્ણપણે ડરી ગયા હતા. ત્રિપાઠી પાસે પોતાની અડધી સદી પૂરી કરવાની તક હતી, પરંતુ સિક્સર મારવાના પ્રયાસમાં તે સોઢીની બોલિંગ પર બાઉન્ડ્રી પર લોકી ફર્ગ્યુસનને કેચ આપીને આઉટ થયો હતો.
ટોસ જીત્યા બાદ કેપ્ટન હાર્દિકે પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ T20 મેચોની સીરીઝ 1-1 થી બરાબર હતી. આવી સ્થિતિમાં અમદાવાદની ટી-20 મેચ બંને ટીમો માટે નિર્ણાયક બની. આવી સ્થિતિમાં ત્રીજી T20માં ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ જીત્યા પછી, કેપ્ટન હાર્દિકનો ઇરાદો સ્પષ્ટ હતો કે તેઓ પ્રથમ બેટિંગ કરશે અને ન્યુઝીલેન્ડ સામે મુશ્કેલ લક્ષ્ય પડકાર રજૂ કરશે.
ઈશાન કિશને ફરી નિરાશ કર્યા
ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટી20માં ઇશાન કિશન ફરી એકવાર પોતાની બેટિંગથી નિરાશ કર્યા છે. ત્રણ મેચની આ શ્રેણીમાં ઈશાનના ખાતામાં માત્ર 24 રન જ આવ્યા હતા. આટલું જ નહીં, છેલ્લી 14 ઇનિંગ્સમાં તેના બેટમાંથી અડધી સદી પણ આવી નથી. તેમ છતાં તેણે વારંવાર ચાન્સ આપવામાં આવી રહ્યો છે. બીજી તરફ બે મેચમાં કઈ કમાલ ન કરી શકનારા શુભમન ગિલના બેટથી તોફાની સદી આવી હતી. તેણે 63 બોલ પર 126 રનની તાબડતોડ ઈનિંગ્સ રમતા ભારતે ન્યૂઝીલેન્ડને 235 રનનો પહાડ જેટલો લક્ષ્ય આપ્યો હતો.
લખનૌમાં ટીમ ઈન્ડિયાનો રોમાંચક વિજય થયો હતો
તમને જણાવી દઈએ કે સીરીઝની પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમે 21 રને જીત મેળવી હતી. બંને ટીમો વચ્ચેની આ મેચ રાંચીમાં રમાઈ હતી. તે જ સમયે, બંને ટીમો વચ્ચે બીજી મેચ લખનૌમાં રમાઈ હતી જેમાં ટીમ ઈન્ડિયાએ 6 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો હતો.