wrestlers protest, મહિલા રેસલર્સના જાતિય શોષણના વિરોધમાં ધરણાઃ રડી પડી વિનેશ ફોગટ, PM મોદી પાસે માંગ્યો ન્યાય - wrestlers protest resignation not enough we want wfi chief behind bars says vinesh phogat

wrestlers protest, મહિલા રેસલર્સના જાતિય શોષણના વિરોધમાં ધરણાઃ રડી પડી વિનેશ ફોગટ, PM મોદી પાસે માંગ્યો ન્યાય – wrestlers protest resignation not enough we want wfi chief behind bars says vinesh phogat


રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વિરોધમાં દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા ધરણા અંગે બજરંગ પૂનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગટે પત્રકાર પરિષદ યોજી હતી. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના બ્રિજભૂષણ સિંહ શરણને અધ્યક્ષ પદેથી હટાવવાના વિરોધમાં ભારતના મેડલ વિજેતા રેસલર્સે મીડિયા સાથે વાતચીત કરી હતી. આ પત્રકાર પરિષદમાં બજરંગ પૂનિયાએ કહ્યું હતું કે, દેશના રેસલર્સ પોતાના ભવિષ્ય માટે અહીં લડી રહ્યા છે. અમે અધ્યક્ષ પર જે પણ આરોપો લગાવ્યા છે તેના પૂરતા પૂરાવા અમારી પાસે છે. જો અમને ન્યાય નહીં મળે તો અમે આ મામલાને કોર્ટ સુધી લઈ જઈશું.

વિનેશ ફોગટે જણાવ્યું હતું કે ખેલાડીઓ માટે એક-એક દિવસ કેટલો મહત્વનો હોય છે તે સમજવું જોઈએ. હું ઈચ્છુ છું કે ઝડપથી કાર્યવાહી થાય. અમે મજબૂર કરવા જોઈએ નહીં કે અમને કાળો દિવસ જોવો પડે. વડાપ્રધાન આ મામલાને ધ્યાન પર લે. તેણે જણાવ્યું હતું કે, બૃજભૂષણ સિંહ કહી રહ્યા છે કે તેઓ રાજીનામું આપશે. તેમને રાજીનામું આપવું જ પડશે. અધ્યક્ષને મારી સામે લાવો અને જો તેઓ બે મિનિટ મારી આંખોમાં આંખો નાંખીને વાત કરી લેશે તો હું માની જઈશ. તેમણે યુપીની છોકરીઓની કારકિર્દી બરબાદ કરી અને હવે અન્ય રાજ્યોની છોકરીઓની કારકિર્દી ખરાબ કરી રહ્યા છે. જો તેમના પર કાર્યવાહી નહીં થાય તો અમે પોલીસમાં એફઆઈઆર નોંધાવીશું. અમે અમારી પહેલવાની છોડીને અહીં આવ્યા છીએ.

સાક્ષી મલિકે કહ્યું હતું કે, બેઠકમાં અમને ફક્ત આશ્વાસન આપવામાં આવ્યું છે. હું ઈચ્છું છું કે આખા રેસલિંગ ફેડરેશનનો ભંગ કરી દેવામાં આવે. હું વડાપ્રધાનને અપીલ કરું છું કે તેઓ આ મામલાને ધ્યાન પર લે. અમને ફક્ત આશ્વાસન જ આપવામાં આવી રહ્યા છે.

સ્પોર્ટ્સ મંત્રાલયે જણાવ્યું હતું કે, મંત્રાલયે આજે દિલ્હીમાં ઓલિમ્પિક્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ વિજેતા સહિત તમામ રેસલર્સ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન અને પત્રકાર પરિષદ પર ધ્યાન આપ્યું છે. મહાસંઘના કામકાજમાં આ પ્રકારની ઘટના અંગે સ્પોર્ટ્સ મંત્રાલય દ્વારા ડબલ્યુએફઆઈ પાસેથી સ્પષ્ટીકરણ માંગ્યું છે અને 72 કલાકની અંદર જવાબ આપવાનો આદેશ આપ્યો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *