shreyas iyer, ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ પહેલા જ ભારતને ફટકો, ઈજાના કારણે સ્ટાર બેટર થયો આઉટ - india vs new zealand 2023 shreyas iyer ruled out of one day series

shreyas iyer, ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ પહેલા જ ભારતને ફટકો, ઈજાના કારણે સ્ટાર બેટર થયો આઉટ – india vs new zealand 2023 shreyas iyer ruled out of one day series


ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં સારું પ્રદર્શન કરી રહી છે પરંતુ તેના ઈજાગ્રસ્ત ખેલાડીઓનું લિસ્ટ લાંબુ થતું જાય છે. હવે આ યાદીમાં ટીમના સ્ટાર બેટર શ્રેયસ ઐય્યરનો ઉમેરો થયો છે. શ્રેયસ ઐય્યર પીઠની ઈજાના કારણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી ત્રણ વન-ડે મેચની સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. શ્રેયસ ઐય્યર બેંગલુરૂમાં નેશનલ ક્રિકેટ એકેડેમીમાં જશે અને ત્યાં તેની ઈજાનું એસેસમેન્ટ કરવામાં આવશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે જણાવ્યું હતું કે, ભારતીય ટીમનો બેટર શ્રેયસ ઐય્યર પીઠની ઈજાના કારણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી ત્રણ મેચની વન-ડે સિરીઝમાંથી બહાર થઈ ગયો છે.

શ્રેયસ ઐય્યરના સ્થાને રજત પાટીદારનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રજત પાટીદાર ડોમેસ્ટિક ક્રિકેટમાં મધ્ય પ્રદેશ માટે રમી રહ્યો છે. આ ઉપરાંત આઈપીએલમાં તે રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે રમે છે. રજત પાટીદાર અગાઉ કેટલીક સિરીઝમાં ભારતીય ટીમનો ભાગ રહી ચૂક્યો છે. શ્રેયસ ઐય્યરે 2022માં વન-ડેમાં સાતત્યપૂર્ણ પ્રદર્શન કર્યું હતું. પરંતુ શ્રીલંકા સામેની સિરીઝની ત્રણ મેચમાં તે સારી શરૂઆતને મોટી ઈનિંગ્સમાં ફેરવવામાં નિષ્ફળ રહ્યો હતો.
શ્રેયસ ઐય્યરની ગેરહાજરીમાં હાલમાં ધમાકેદાર ફોર્મમાં રમી રહેલા સૂર્યકુમાર યાદવને તક મળી શકે છે. ટી20 ક્રિકેટમાં સૂર્યકુમારે પોતાની પ્રતિભા દેખાડી દીધી છે. હવે વન-ડે ટીમમાં પોતાનું સ્થાન પાક્કુ કરવા માટે તેને ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં તક મળવી જોઈએ. સૂર્યકુમાર અને હાર્દિક પંડ્યા મિડલ ઓર્ડરમાં ટીમ વધારે મજબૂત બનાવી શકે છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હૈદરાબાદમાં 18 જાન્યુઆરીએ પ્રથમ વન-ડે રમાશે. નોંધનીય છે કે હાલમાં ભારતનો સ્ટાર ઝડપી બોલર જસપ્રિત બુમરાહ પણ ઈજાના કારણે ટીમની બહાર છે. જ્યારે વિકેટકીપર રિશભ પંતની કારનો અકસ્માત થતાં તે પણ લાંબા સમય માટે ટીમની બહાર થઈ ગયો છે.

ન્યૂઝીલેન્ડ સામેની ભારતીય વન-ડે ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન (વિકેટકીપર), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએસ ભરત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), રજત પાટીદાર, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, શાર્દૂલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *