Indian Cricket Team, શ્રીલંકા સામે ત્રીજી વન-ડે પહેલા ટીમ ઈન્ડિયાએ લીધા આશિર્વાદ, દેશી અંદાજમાં કરી પૂજા-અર્ચના - ahead of 3rd odi clash team india players visit sree padmanabhaswamy temple

Indian Cricket Team, શ્રીલંકા સામે ત્રીજી વન-ડે પહેલા ટીમ ઈન્ડિયાએ લીધા આશિર્વાદ, દેશી અંદાજમાં કરી પૂજા-અર્ચના – ahead of 3rd odi clash team india players visit sree padmanabhaswamy temple


ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ વન-ડે ક્રિકેટ મેચની સિરીઝની અંતિમ મેચ તિરૂવનંતપુરમના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ માટે ટીમ ઈન્ડિયા અહીં તિરુવનંતપુરમ પહોંચી ચૂકી છે. શ્રીલંકા વિરુદ્ધ ત્રીજી મેચ પહેલા ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓએ પ્રસિદ્ધ પદ્મનાભસ્વામીમાં પૂજા અર્ચના માટે ગયા હતા. તેની એક તસ્વીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. આ તસ્વીરમાં સૂર્યકુમાર યાદવ, યુઝવેન્દ્ર ચહલ, શ્રેયસ ઐય્યર, અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદર જેવા ખેલાડીઓ જોવા મળે છે.

નોંધનીય છે કે ભારત અને શ્રીલંકા વચ્ચે સિરીઝ (India vs Sri Lanka ODI Series)ની ત્રીજી અને અંતિમ વન-ડે 15 જાન્યુઆરીએ રમાશે. આ પહેલા બંને વન-ડેમાં રોહિત શર્માની આગેવાનીવાળી ટીમે વિજય નોંધાવ્યો હતો. ભારતીય ટીમે સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. હવે ભારતીય ટીમ ત્રીજી મેચ જીતીને પ્રવાસી શ્રીલંકન ટીમને ક્લીન સ્વીપ કરવા ઈચ્છશે. અગાઉ ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ટી20 સીરિઝ (India vs Sri Lanka T20 Series) પણ રમાઈ હતી. આ સિરીઝમાં શ્રીલંકાએ એક મેચ જીતવામાં સફળતા મેળવી હતી. જોકે, ભારતે 2-1થી સિરીઝ પોતાના નામે કરી હતી.

ત્રીજી વન-ડે પહેલા પ્લેઈંગ ઈલેવનમાં થઈ શકે છે ફેરફાર
શ્રીલંકા વિરુદ્ધ ત્રીજી વન-ડેમાં ભારતીય ટીમ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. શરૂઆતની બે મેચ જીતીને ભારતે સિરીઝ તો જીતી લીધી છે. તેવામાં ટોપ ઓર્ડરમાં કેટલાક ફેરફાર થઈ શકે છે. પ્રથમ બે વન-ડેમાં પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રહેનારા ઈશાન કિશન(Ishan Kishan) અને સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav)ને તક આપવામાં આવી શકે છે. જોકે, અંતિમ નિર્ણય ટીમ મેનેજમેન્ટ પર રહેશે.

ત્રીજી વન-ડે માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
શુભમન ગિલ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐય્યર, લોકેશ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (કેપ્ટન), અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ઉમરાન મલિક, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *