hardik pandya, IND vs SL: 'કઈ વાતનો ઘમંડ છે ભાઈ તને...' Hardik Pandyaએ સાથી ખેલાડીને ગાળ આપતાં લોકો બગડ્યા - ind vs sl hardik pandya gets trolled as he abused teammate during match

hardik pandya, IND vs SL: ‘કઈ વાતનો ઘમંડ છે ભાઈ તને…’ Hardik Pandyaએ સાથી ખેલાડીને ગાળ આપતાં લોકો બગડ્યા – ind vs sl hardik pandya gets trolled as he abused teammate during match


શ્રીલંકા સામેની બીજી વનડે મેચમાં ભારતે 4 વિકેટથી જીત મેળવી 2-0થી સીરિઝ (IND vs SL) પોતાના નામે કરી લીધી છે. શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન બોલિંગમાં ભારતીય ટીમે દમદાર પર્ફોર્મ કરતાં મહેમાન ટીમને 40 ઓવર પર 215 રનમાં પેવેલિયન ભેગી કરી દીધી હતી. ટીમ ઈન્ડિયા માટે બોલિંગમાં કુલદીપ યાદવ અને મહોમ્મદ સિરાઝે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી જ્યારે ઉમરાન મલિકના ખાતામાં બે વિકેટ તો અક્ષર પટેલના ખાતામાં 1 વિકેટ હતી. આ મેચમાં હાર્દિક પંડ્યાએ (Hardik Pandya) પણ પાંચ ઓવર નાખી હતી પરંતુ તે એક પણ વિકેટ લેવામાં સફળ થયો નહોતો. તેમ છતાં હાલ ચર્ચામાં છવાયો છે અને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યો છે.

બીજી વન-ડેઃ લોકેશ રાહુલે નિષ્ફળ બનાવી શ્રીલંકાની લડત, ટીમ ઈન્ડિયાનો શ્રેણી વિજય

વાયરલ થયો હાર્દિક પંડ્યાનો વીડિયો
વાત એમ છે કે, ઈડન ગાર્ડનમાં રમાયેલી સીરિઝની બીજી મેચ દરમિયાનનો એક વીડિયો જબરદસ્ત રીતે વાયરલ થઈ રહ્યો છે. જેમાં હાર્દિક પંડ્યાનો અવાજ સંભળાઈ રહ્યો છે, તે પોતાના કોઈ સાથી ખેલાડી માટે અપશબ્દનો પ્રયોગ કરી રહ્યો છે. તે કોના પર બગડ્યો તેની જાણ હજી થઈ નથી.

યૂઝર્સે પંડ્યાની કાઢી ઝાટકણી

હાર્દિક પંડ્યાનો વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા યૂઝર્સે તેની આકરી ઝાટકણી કાઢી છે. એક યૂઝરે લખ્યું છે ‘તારા સાથી ખેલાડીને અપશબ્દ કહેવો તે યોગ્ય વાત નથી. તું તેને પૈસા નથી આપી રહ્યો ન કે એ તારો નોકર છે. તેથી, જમીન પર આવી જા અને આકાશમાં ઉડવાનું બંધ કર. રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ તેમજ રિષભ પંતની સામે તું કંઈ નથી, તું ઝીરો છે. તારા. તેઓ તારા કરતાં વધારે સારા છે’.

‘આવું વર્તન શોભતું નથી’

એક યૂઝરે લખ્યું છે ‘હાર્દિક પંડ્યાએ તેને પાણી આપવામાં મોડુ કરનારા ખેલાડીને ગાળ આપી, સામાન્ય રીતે લોકો આવું કરતાં નથી. તેનામાં આજકાલ વધારે ઘમંડ આવી ગયો છે. અદ્દભુત ખેલાડીઓ જીવનમાં ઘણું મેળવ્યા બાદ આવું ખરાબ વર્તન કરતાં નથી. શરમ કર’.

સચિન તેંડુલકર અને વિરાટ કોહલીમાં કોણ શ્રેષ્ઠ છે? ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ તેની પસંદગી જણાવી

‘શું પંડ્યા કેપ્ટન બનવાને લાયક છે?’

રોહિત શર્મા બાદ હાર્દિક પંડ્યાને ટીમ ઈન્ડિયાના ભાવી કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો છે. ત્યારે એક યૂઝરે આ અંગે પણ સવાલ ઉઠાવ્યો છે અને લખ્યું છે ‘સ્ટમ્પ માઈક પાસે ઉભા રહી હાર્દિક સાથી ખેલાડીને ગાળ આપી રહ્યો છે. ખરેખર શું તે ભવિષ્યમાં ભારતીય ટીમનો કેપ્ટન બનવાને લાયક છે?’

પંડયાને ભવિષ્યનો કેપ્ટન માનવામાં આવી રહ્યો છે
હાર્દિક પંડ્યાએ અન્ય ખેલાડીઓ સાથે ગેરવર્તણૂક કરી હોય તેવું પહેલીવાર નથી બન્યું. અગાઉ પણ તે ઘણીવાર અપશબ્દો વાપરી ચૂક્યો છે અને વીડિયો પણ સામે આવ્યા છે. હાલની ટીમમાં પંડ્યા સીનિયર ખેલાડીઓમાંથી એક છે. રોહિત શર્મા બાદ તેને ભવિષ્યનો કેપ્ટન માનવામાં આવી રહ્યો છે. તેવામાં સાથી ખેલાડીઓ પર ગુસ્સો કરવો અને બૂમો પાડવી તે આદર્શ ન હોવાનું લોકોને લાગી રહ્યું છે.

Read Latest Cricket News And Gujarati News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *