virat kohli, IND vs SL: વનડે સીરિઝમાં Virat Kohliનું કમબેક, આ રેકોર્ડ બનાવવાની સુવર્ણ તક - ind vs sl virat kohli have a change to make some records

virat kohli, IND vs SL: વનડે સીરિઝમાં Virat Kohliનું કમબેક, આ રેકોર્ડ બનાવવાની સુવર્ણ તક – ind vs sl virat kohli have a change to make some records


શ્રીલંકા સામેની ત્રણ મેચોની ટી20 સીરિઝમાં (IND vs SL) જીત મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયા હવે વનડે સીરિઝ રમવા માટે તૈયાર છે. 10 જાન્યુઆરીથી તેની શરૂઆત થવાની છે. પહેલી મેચ ગુવાહાટીમાં રમાશે. આ સીરિઝમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા કમબેક કરશે. બાંગ્લાદેશ સામેની વનડે સીરિઝમાં ઈજાગ્રસ્ત થયા બાદ તેને બ્રેક અપાયો હતો. તેની સાથે વિરાટ કોહલી (Virat Kohli) અને જસપ્રીત બુમરાહની પણ વાપસી થશે. બુમરાહ જુલાઈમાં ઈંગ્લેન્ડ ટુર્નામેન્ટમાં છેલ્લી વનડે રમ્યો હતો. આ સીરિઝમાં કોહલી કેટલાક મોટા કારનામા કરી શકે છે.

વર્ષ 2020માં મુંબઈના રવિ શાસ્ત્રી કેમ સૂર્યાનું તેજ જોઈ શક્યા નહીં?

ઘરઆંગણે શ્રીલંકા સામે સૌથી વધારે સદી
વિરાટ કોહલી શ્રીલંકા સામે ઘરઆંગણે 18 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે. તેણે તેની આ ઈનિંગમાં 5 સદી ફટકારી છે. સચિને ઘરઆંગણે ત્રણેય ફોર્મેટમાં મળીને શ્રીલંકા સામેની 44 ઈનિંગમાં પાંચ જ સદી ફટકારી છે. એક સદી ફટકારવાની સાથે સાથે જ કોહલી ઘરઆંગણે શ્રીલંકા સામે સૌથી વધારે સદી ફટકારનારો બેટ્સમેન બની જશે.

ધોનીને પણ પાછળ છોડશે કોહલી?
શ્રીલંકા સામેની વનડેમાં સૌથી વધારે રન બનાવનારા ભારતીય બેટ્સમેનમાં વિરાટ કોહલી 2220 રન સાથે ત્રીજા નંબર પર છે. જો તે આ સીરિઝમાં 164 રન બનાવશે તો એમએસ ધોનીને પાછળ છોડીને સૌથી વધારે રન બનાવનારો ખેલાડી બની જશે. સચિનના નામ પર સૌથી વધારે 3113 રન છે જ્યારે બીજા નંબર પર ધોની છે.

ક્રિકેટ, સચિન સાથે ડેબ્યુ, ફિલ્મો અને દારૂ…કોણ છે ટીમ ઈન્ડિયાના નવા સિલેક્ટર સલિલ અંકોલા?

વનડેના ટોપ-5 રન સ્કોરરમાં બનાવી લેશે જગ્યા
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના નામે 256 ઈનિંગમાં 12,471 રન છે. તે વનડેમાં સૌથી વધારે રન બનાવવાના મામલે કોહલી છઠ્ઠા નંબર પર છે. આ સીરિઝમાં 179 રન બનાવે છે તો જે જયવર્ધનને પાછળ છોડી વનડેમાં સૌથી વધારે રન બનાવનારા ટોપ-5 બેટ્સમેનના લિસ્ટમાં જગ્યા બનાવી લેશે.

ઝીરોમાં પણ કોહલીનો રેકોર્ડ
વિરાટ કોહલી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 33 વખત ખાતું ખોલ્યા વગર આઉટ થયો છે. ભારત તરફથી નિયમિત બેટ્સમેનમાં માત્ર સચિન તેંડુલકર તેનાથી આગળ છે. સચિન 664 મેચમાં 34 વખત ડક થયો હતો. વિરાટ જો એકવાર પણ ખાતું ખોલાવ્યા વગર આઉટ થાય છે તો તે સચિનના રેકોર્ડની બરાબરની કરશે.

શ્રીલંકા સામે સૌથી વધારે વનડે સદી
કોહલીએ શ્રીલંકા સામે 47 વનડેમાં 8 સદી તો સચિન તેંડુલકરે 84 મેચમાં 8 સદી કરી હતી. વિરાટ જો આ સીરિઝમાં એક પણ સદી મારે છે તો તે સચિનને પાછળ છોડીને વનડેમાં સૌથી વધારે સદી મારનારો બેટ્સમેન બની જશે. પાકિસ્તાનના સઈદ અનવરના નામે શ્રીલંકા સામે 7 સદી છે.

Read Latest Cricket News And Gujarati News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *