Sania Mirza, Shoaib Malik સાથે ડિવોર્સની અટકળો વચ્ચે Sania Mirzaએ 'સત્ય'ને લઈને કહી દીધી મોટી વાત - sania mirza shares cryptic post amid divorce reports with shoaib malik

Sania Mirza, Shoaib Malik સાથે ડિવોર્સની અટકળો વચ્ચે Sania Mirzaએ ‘સત્ય’ને લઈને કહી દીધી મોટી વાત – sania mirza shares cryptic post amid divorce reports with shoaib malik


ભારતની જાણીતી ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા (Sania Mirza) પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક (Shoaib Malik)ના લગ્નજીવનમાં ડખો ચાલી રહ્યો છે. કથિત રીતે તેઓ હવે સાથે પણ નથી રહેતા. મીડિયામાં છેલ્લા થોડા સમયથી અહેવાલો પણ ફરી રહ્યા છે કે, સાનિયા અને શોએબ જલ્દી જ છૂટાછેડા પણ લઈ લેશે. ડિવોર્સની અટકળો વચ્ચે સાનિયા મિર્ઝાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર ક્રિપ્ટિક પોસ્ટ મૂકી છે. સાનિયાએ શેર કરેલી તસવીરોમાં તેની સાથે દીકરો ઈઝહાન પણ જોવા મળી રહ્યો છે.

સાનિયા મિર્ઝાની પોસ્ટ

નવા વર્ષે ફેન્સ અને ફોલોઅર્સને શુભેચ્છા આપતાં સાનિયા મિર્ઝાએ કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. સાનિયાએ આ તસવીરો શેર કરતાં લખ્યું હતું, “2022 માટે મારી પાસે લાંબું અને સુંદર કેપ્શન તો નથી. પરંતુ મારી પાસે કેટલીક ક્યૂટ સેલ્ફીઓ છે. હેપી ન્યૂ યર. PS: 2022 કેટલીક વખત તે મને ખૂબ પરેશાની આપી છે પરંતુ હવે મેં જાતને સંભાળી લીધી છે.”

આ તસવીરે ખેંચ્યું વિશેષ ધ્યાન

સાનિયાએ શેર કરેલી તસવીરોમાંથી તેની પહેલી તસવીરે ખાસ ધ્યાન ખેંચ્યું છે. તસવીરમાં સાનિયાએ કેપ પહેરેલી છે અને તેના પર લખ્યું છે, ‘તમે સત્ય સહન નહીં કરી શકો.’ હવે સાનિયાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લોકો તેના પર જાતભાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું, ‘સાચી આદર્શ અને દરેક સ્થિતિમાં લડી શકે તેવી…દિલથી માન આપું છું.’ અન્ય એક યૂઝરે લખ્યું, “2022 કરતાં વધુ શક્તિ તમને મળે.” અહીં નોંધનીય છે કે, સાનિયાએ શોએબ મલિક સાથે એકપણ ફોટો શેર નથી કર્યો. ત્યારે કેટલાક યૂઝર્સ પણ આ સવાલ કરી રહ્યા છે.

2010માં સાનિયા-શોએબે લગ્ન કર્યા હતા

છેલ્લા થોડા મહિનાથી અટકળો ચાલી રહી છે કે, સાનિયા અને શોએબના લગ્નજીવનમાં તિરાડ પડી છે. તેઓ ડિવોર્સ લેવા માગે છે પરંતુ કેટલાક પ્રોફેશનલ કમિટમેન્ટના કારણે લઈ નથી શકતા. શોએબ અને સાનિયા હાલ ‘ધ મિર્ઝા મલિક શો’માં જોવા મળે છે. જણાવી દઈએ કે, સાનિયા મિર્ઝા અને શોએબે 2010માં લગ્ન કરતાં પહેલા થોડા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા હતા. તેમના દીકરા ઈઝાહનનો જન્મ ઓક્ટોબર 2018માં થયો હતો.



Leave a Comment

Your email address will not be published. Required fields are marked *