most expensive players of ipl, IPL: 'અનલકી' સાબિત થાય છે સૌથી મોંઘો ખેલાડી!, ખરીદનારી ટીમ નથી બનતી ચેમ્પિયન - team with most expensive player buy has won ipl just once in the tournament history so far

most expensive players of ipl, IPL: ‘અનલકી’ સાબિત થાય છે સૌથી મોંઘો ખેલાડી!, ખરીદનારી ટીમ નથી બનતી ચેમ્પિયન – team with most expensive player buy has won ipl just once in the tournament history so far


ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની પ્રત્યેક હરાજીમાં તમામ લોકોની નજર તેના પર હોય છે કે કયા ખેલાડીને કેટલા રૂપિયા મળશે. પ્રત્યેક વર્ષે આઈપીએલ ફ્રેન્ચાઈઝીઓ સૌથી વધુ ચર્ચામાં રહેતા ખેલાડી પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરે છે કેમ કે તેઓ એવી આશાએ તેને ખરીદી છે કે તે ખેલાડીના આગમનથી ટીમને ફાયદો થશે. પરંતુ આઈપીએલ હરાજીનો ઈતિહાસ જોઈએ તો જે ટીમે સૌથી મોંઘો ખેલાડી ખરીદ્યો છે તેનાથી તે વર્ષે તેમની ટીમ ચેમ્પિયન બની શકી નથી. ફક્ત 2013ની સિઝન જ અપવાદ રહી હતી. તે વખતે મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ગ્લેન મેક્સવેલને એક મિલિયન ડોલરમાં ખરીદ્યો હતો અને તે વર્ષે ટીમ ચેમ્પિયન બની હતી. આ સિવાય જ્યારે પણ ટીમોએ સૌથી મોંઘો ખેલાડી ખરીદ્યો છે ત્યારે તે વર્ષે તે ટીમ ચેમ્પિયન બની નથી. જોકે, અહીં વાત આઈકોન પ્લેયર્સ કે પછી રિટેઈન કરેલા ખેલાડીઓની નથી. અહીં વાત પ્રત્યેક વર્ષે હરાજીમાં ખરીદવામાં આવેલા સૌથી મોંઘા ખેલાડીની છે.

2008ની વાત કરીએ તો ત્યારે પ્રથમ હરાજીમાં મહેન્દ્ર સિંહ ધોની સૌથી મોંઘો ખેલાડી રબ્યો હતો અને ત્યારે તેની ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ ચેમ્પિયન બની ન હતી. ચેન્નઈની ટીમ ફાઈનલમાં પહોંચી હતી પરંતુ રાજસ્થાન રોયલ્સ સામે તેને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. 2009માં ઈંગ્લેન્ડના બે સ્ટાર ઓલ-રાઉન્ડર એન્ડ્રુ ફ્લિન્ટોફ અને કેવિન પિટરસન સૌથી મોંઘા ખેલાડી રહ્યા હતા. આ બંને ખેલાડીઓ મહેન્દ્ર સિંહ ધોની કરતાં પણ મોંઘા રહ્યા હતા. મહેન્દ્ર સિંહ ધોનીને 1.5 મિલિયન ડોલરમાં ખરીદવામાં આવ્યો હતો જ્યારે ફ્લિન્ટોફ અને પિટરસનને 1.55 મિલિયન ડોલરમાં ખરીદવામાં આવ્યા હતા. ફ્લિન્ટોફની ચેન્નઈ સુપર કિંગ્સ સેમિફાઈનલમાં હારી ગઈ હતી જ્યારે પિટરસનની રોયલ ચેલેન્જર્સ બેંગલોર તે વર્ષે રનર અપ રહી હતી.

2010માં ન્યૂઝીલેન્ડનો શેન બોન્ડ અને વેસ્ટ ઈન્ડિઝનો કેઈરોન પોલાર્ડ સૌથી મોંઘા ખેલાડી રહ્યા હતા. પરંતુ બોન્ડની કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ તે સિઝનમાં પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને રહી હતી. જ્યારે પોલાર્ડની મુંબઈ ઈન્ડિયન ટીમ રનર અપ રહી હતી. 2011માં કોલકાતા નાઈટ રાઈડર્સે ગૌતમ ગંભીરને ખરીદવા માટે 2.4 મિલિયન ડોલરનો ખર્ચો કર્યો હતો. પરંતુ તે સિઝનમાં કોલકાતાની ટીમ એલિમિનેશનમાંથી બહાર થઈ ગઈ હતી. અંતિમ પોઈન્ટ ટેબલમાં કોલકાતાની ટીમ ચોથા સ્થાને રહી હતી.

2012માં ચેન્નઈ સુપર કિંગ્સે રવિન્દ્ર જાડેજાને 2 મિલિયન ડોલરમાં ખરીદ્યો હતો અને ટીમ ટુર્નામેન્ટમાં રનર અપ રહી હતી. 2013નું વર્ષ એકમાત્ર અપવાદ છે જેમાં સૌથી મોંઘો ખેલાડી ખરીદનારી ટીમ તે વર્ષે ચેમ્પિયન બની હતી. 2014થી આઈપીએલની હરાજી ડોલર નહીં પરંતુ ભારતીય રૂપિયા પ્રમાણે થાય છે. 2014 અને 2015ની સિઝનમાં યુવરાજ સિંહ સૌથી મોંઘો ખેલાડી રહ્યો હતો. 2014માં દિલ્હીએ તેને ખરીદ્યો હતો જ્યારે દિલ્હીએ 2015માં યુવરાજને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. જોકે, બંને ટીમો પોઈન્ટ ટેબલમાં સાતમાં ક્રમે રહી હતી.

2016માં ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ ઓલ-રાઉન્ડર શેન વોટસન સૌથી મોંઘો ખેલાડી રહ્યો હતો. તેની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોર તે વર્ષે રનર અપ રહી હતી. 2017માં રાઈઝિંગ પૂણે સુપર જાયન્ટે બેન સ્ટોક્સને ખરીદ્યો હતો અને ત્યારે તે સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. તેની ટીમ તે વર્ષે રનર અપ રહી હતી. 2018માં પણ બેન સ્ટોક્સ સૌથી મોંઘો ખેલાડી રહ્યો હતો અને તેની ટીમ રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે રહી હતી.

2019માં વરૂણ ચક્રવર્તી અને જયદેવ ઉનડકડ મોંઘા ખેલાડી રહ્યા હતા. પંજાબ કિંગ્સે વરૂણને અને રાજસ્થાન રોયલ્સે ઉનડકટને ખરીદ્યો હતો. આ બંને ટીમો ટુર્નામેન્ટના અંતમાં અનુક્રમે છઠ્ઠા અને સાતમાં ક્રમે રહી હતી. 2020માં કોલકાતા નાઈટ રાઈડર્સે ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સને સૌથી મોંઘો ખેલાડી બનાવ્યો હતો અને ટીમ પાંચમાં ક્રમે રહી હતી. 2021માં ક્રિસ મોરિસ સૌથી મોંઘો ખેલાડી રહ્યો હતો અને તેની ટીમ રાજસ્થાન રોયલ્સ સાતમાં ક્રમે રહી હતી. જ્યારે 2022ની હરાજીમાં ઈશાન કિશન સૌથી મોંઘો ખેલાડી રહ્યો હતો. જ્યારે તેની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ 10 ટીમોમાં સૌથી છેલ્લા ક્રમે રહી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *