virat kohli mehidy hasan miraz, કોહલીની દરિયાદિલીઃ જે બાંગ્લાદેશી ખેલાડીએ નાકમાં દમ કર્યો હતો, તેને આપી 'સ્પેશિયલ ગિફ્ટ' - india vs bangladesh 2nd test virat kohli gifted autograph jersey to mehidy hasan miraz

virat kohli mehidy hasan miraz, કોહલીની દરિયાદિલીઃ જે બાંગ્લાદેશી ખેલાડીએ નાકમાં દમ કર્યો હતો, તેને આપી ‘સ્પેશિયલ ગિફ્ટ’ – india vs bangladesh 2nd test virat kohli gifted autograph jersey to mehidy hasan miraz


ભારતીય ક્રિકેટ ટીમે બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ મેચની સીરિઝ જીતી લીધી છે. ભારતને બીજી ટેસ્ટ મેચ જીતવા માટે મુશ્કેલી પડી હતી પરંતુ અંતે મેચ જીતીને ભારતે બે મેચની સીરિઝ 2-0થી જીતી લીધી છે. બીજી ટેસ્ટમાં ભારત સામે 145 રનનો લક્ષ્યાંક હતો પરંતુ 74 રનમાં ટીમની સાત વિકેટ પડી ગઈ હતી. ત્યારબાદ ભારત મેચ હારી જશે તેવું લાગી રહ્યું હતું. જોકે, શ્રેયસ ઐય્યર અને રવિચંદ્રન અશ્વિને 71 રનની અતૂટ ભાગીદારી નોંધાવીને ટીમ ઈન્ડિયાને વિજય અપાવ્યો હતો. બાંગ્લાદેશ માટે ઓલ-રાઉન્ડર મેંહદી હસન મિરાજે પાંચ વિકેટ ઝડપી હતી.

વિરાટ કોહલીએ આપી સ્પેશિયલ ગિફ્ટ
બાંગ્લાદેશના 25 વર્ષના ઓલ-રાઉન્ડર મેંહદી હસન મિરાજ માટે આ સીરિઝ ઘણી શાનદાર રહી. ભારતનો બાંગ્લાદેશ પ્રવાસ સમાપ્ત થયા બાદ મેંહદીને ભારતીય ટીમના ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલીએ સ્પેશિયલ ગિફ્ટ આપી છે. કોહલીએ મેંહદી હસન મિરાજને પોતાની જર્સી ગિફ્ટ આપી હતી. કોહલીએ જર્સી પર પોતાનો ઓટોગ્રાફ આપવાની સાથે તેને શુભેચ્છાઓ પણ આપી હતી. મેંહદી હસન મિરાજે તેની તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.

ભારતીય ટીમને મુશ્કેલીમાં મૂકી હતી
મેંહદી હસન મિરાજ માટે ભારતનો બાંગ્લાદેશ પ્રવાસ યાદગાર રહ્યો. તેણે વન-ડે સીરિઝની પ્રથમ મેચમાં જ નવ વિકેટ પડી ગયા બાદ પોતાની ટીમને વિજય અપાવ્યો હતો. સીરિઝની બીજી મેચમાં તેણે સદી ફટકારી હતી. આ ઉપરાંત બોલિંગમાં પણ તેણે ચાર વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશે ત્રણ વન-ડે મેચની સીરિઝ 2-1થી જીતી લીધી હતી. મેંહદીને પ્રથમ મેચમાં મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો જ્યારે બાદમાં પ્લેયર ઓફ ધ સીરિઝ જાહેર કરાયો હતો.

ટેસ્ટમાં પણ તે સૌથી વધુ વિકેટ ઝડપનારો બોલર રહ્યો છે. તેણે બે ટેસ્ટ મેચની સીરિઝમાં કુલ 11 વિકેટ ઝડપી હતી. મીરપુર ટેસ્ટના બીજા દાવમાં તેણે કોહલી ઉપરાંત શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અક્ષર પટેલ અને રિશભ પંતને આઉટ કર્યા હતા. એક સમયે તે પોતાની ટીમને ભારત વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ વિજય તરફ લઈ જતો જોવા મળ્યો હતો. જોકે, અશ્વિન અને શ્રેયસ ઐય્યરે તેના પ્રયાસો નિષ્ફળ બનાવ્યા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *