રોહિતની જગ્યાએ ટીમનો કેપ્ટન
તેમાં કોઈ શંકા નથી કે કેએલ રાહુલ પ્રતિભાશાળી ખેલાડી છે. આ જ કારણ છે કે તે રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમની કમાન સંભાળે છે. જો કે હવે ટીમ મેનેજમેન્ટે વિચારવું પડશે કે જ્યારે રાહુલના બેટમાંથી રન નથી નીકળી રહ્યા તો પછી તેને ક્યાં આધારે ટીમમાં રાખવામાં આવી રહ્યો છે. જ્યારે કેપ્ટન્સી તો દૂરની વાત છે.
એવું નથી કે ટીમમાં રાહુલની જગ્યાએ બીજા કોઈને વાઈસ કેપ્ટન બનાવી શકાય નહીં. રાહુલ ઉપરાંત હાર્દિક પંડ્યા અને ઋષભ પંત એવા બે ખેલાડીઓ છે જેમને વાઇસ કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવી શકે છે. આ બંને ખેલાડીઓ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પોતપોતાની ફ્રેન્ચાઈઝીના કેપ્ટન છે અને સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે. એક તરફ, પંડ્યાએ તેની કેપ્ટનશિપની ડેબ્યૂ સિઝનમાં ગુજરાત ટાઇટન્સને ખિતાબ અપાવ્યો હતો, જ્યારે બીજી તરફ ઓપી પંત પણ સતત બે સિઝનમાં દિલ્હી કેપિટલ્સને પ્લેઓફમાં જઈ રહ્યો છે.
ભારતના શાનદાર ક્લાસ બેટ્સમેનો ગણાતા લોકેશ રાહુલ અને વિરાટ કોહલીનું ફોર્મ હાલ ચિંતાનો વિષય છે. બાંગ્લાદેશ જેવી ટીમ સામે પણ આ ધુરંધર ખેલાડીઓ પરફોર્મ ન કરી શકે તો એ ચિંતાનો વિષય છે. બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચમાં પણ બંને નિષ્ફળ ગયા હતા. પ્રથમ ઇનિંગમાં રાહુલે દસ અને કોહલીએ 22 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઇનિંગમાં રાહુલ બે અને કોહલી માત્ર એક રનમાં જ પેવેલિયન ભેગા થઈ ગયા હતા.
ભારત પાસે બેટ્સમેનોની કમી નથી. દેશમાં સેંકડો બેટ્સમેનો ટીમ ઈંડિયામાં તક મળે તેની રાહ જોઈને બેઠા છે. ત્યારે આ બે ખેલાડીઓ પાસેથી આખા દેશને આશા છે અને હવે તેમણે સારું પરફોર્મ કરવું પડે એમ છે નહીં તો તેઓનું ટીમમાં સ્થાન જોખમાઈ શકે છે. બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં પણ ભારતના કોહલી અને કેપ્ટન રાહુલ નિષ્ફળ ગયા હતા. રાહુલે પ્રથમ ટેસ્ટની બંને ઇનિંગમાં 22 અને 23 રન બનાવ્યા હતા તો વિરાટ કોહલી પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં એક રન બનાવીને આઉટ થયો હતો અને બીજી ઇનિંગમાં 19 રાણે નોટઆઉટ રહ્યો હતો. જો કે આખરે ભારત એ મેચ જીત્યું હતું જેના કારણે ખાસ આ નિષ્ફળતાની નોંધ લેવાઈ નહોતી.