virat kohli fight with bangladeshi player, IND vs BAN 2nd Test: આઉટ થયા પછી બાંગ્લાદેશના ખેલાડી સાથે ઝઘડી પડ્યો વિરાટ કોહલી - ind vs ban 2nd test: virat kohli fight with bangladeshi player

virat kohli fight with bangladeshi player, IND vs BAN 2nd Test: આઉટ થયા પછી બાંગ્લાદેશના ખેલાડી સાથે ઝઘડી પડ્યો વિરાટ કોહલી – ind vs ban 2nd test: virat kohli fight with bangladeshi player


મીરપુર: બાંગ્લાદેશના મીરપુરમાં ભારત અને બાંગ્લાદેશની વચ્ચે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચ હવે રોમાંચક સ્ટેજમાં પહોંચી ગઈ છે. બાંગ્લાદેશએ ભારતને જીત માટે 145 રનનું લક્ષ્ય આપ્યું છે, પરંતુ ટીમ ઈન્ડિયાની બેટિંગ બીજી ઈનિંગ્સમાં લથડી ગઈ અને 45 રનના સ્કોર પર જ ચાર વિકેટો ગુમાવી દીધી છે. ભારતે હવે જીત માટે 100 રનની જરૂર છે, જ્યારે તેની પાસે હજુ 6 વિકેટ બાકી છે. ત્રીજા દિવસની રમત પૂરી થયા પહેલા જ્યારે વિરાટ કહોલી આઉટ થયો, તો મેદાન પર વિવાદ પણ થયો.

બીજી ટેસ્ટની બીજી ઈનિંગ્સમાં વિરાટ કોહલી માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આઉટ થયા પછી બાંગ્લાદેશી પ્લેયર સાથે ઝઘડી પડ્યો. સ્થિતિ એવી થઈ ગઈ કે, શાકિબ અલ હસને વચ્ચે પડવું પડ્યું. મેહદી હસન મિરાજના દડા પર મોમિનુલ હસને વિરાટ કોહલીનો કેચ પકડ્યો. વિરાટ કોહલી જ્યારે આઉટ થયો, ત્યારે બાંગ્લાદેશી પ્લેયર્સ ઘણા જોશમાં આવી ગયા અને સેલિબ્રેશન કરવા લાગ્યા. આ દરમિયાન બાંગ્લાદેશના પ્લેયર્સ અને વિરાટ કોહલી વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ ગઈ.

વિરાટ કોહલી આઉટ થયા પછી પેવેલિયન તરફ જવાને બદલે ક્રિઝ પર જ રોકાઈ ગયો અને બાંગ્લાદેશી પ્લેયર્સ પર ગુસ્સે થઈ ગયો. બાંગ્લાદેશનો કેપ્ટન શાકિબ અલ હસન આ દરમિયાન કોહલી પાસે આવ્યો અને તેમની સાથે વાત કરી. તે પછી વિરાટ કોહલીએ તેને ખેલાડી અંગે જણાવ્યું અને પછી મામલો શાંત પડ્યો.

બીજી ટેસ્ટના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાની હાલત ખરાબ થઈ ગઈ છે. બાંગ્લાદેશે ભારતને 145 રનનું લક્ષ્ય આપ્યું છે. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 45 રનના સ્કોર પર 4 વિકેટ ગુમાવી દીધી છે. કે એલ રાહુલ ફરી એકવખત નિષ્ફળ રહ્યો અને તે માત્ર 2 રન બનાવીને આઉટ થઈ ગયો. ચેતેશ્વર પુજારા પણ માત્ર 6 રન બનાવી શક્યો હતો. તો શુભમન ગિલ માત્ર 7 રન બનાવી પેવેલિયનમાં પાછો ફર્યો. જ્યારે વિરાટ કોહલી 1 જ રન બનાવી શક્યો હતો.

બાંગ્લાદેશે આ મેચમાં પહેલા બેટિંગ કરતા 227 રન બનાવ્યા હતા, જવાબમાં ભારતે પોતાની પહેલી ઈનિંગ્સમાં 314 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગ્સમાં બાંગ્લાદેશએ 231 રન બનાવ્યા અને ટીમ ઈન્ડિયાએ તેને ઓલઆઉટ કરી દીધું. હવે ભારતને જીત માટે 145 રનનું લક્ષ્ય મળ્યું છે. ભારતના હાથમાં હજુ 6 વિકેટ છે અને જીત માટે 100 રન બનાવવાના છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *