કૃણાલ પંડ્યા-પંખુડી શર્માની પાંચમી વેડિંગ એનિવર્સરી
કૃણાલ પંડ્યા અને પંખુડી શર્માની પાંચમી વેડિંગ એનિવર્સરી પર થયેલા સેલિબ્રેશનની અંદરની તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. જેમાંથી પહેલી ક્લિપમાં કપલને ટુ-ટાયર કેક કટ કર્યા બાદ એકબીજાને ખવડાવતા જોઈ શકાય છે. બીજી તસવીરમાં કૃણાલ અને પંખુડીની સાથે હાર્દિક પંડ્યા (Hardik Pandya) તેમજ અન્ય કેટલાક મિત્રો છે. આ સિવાય એકમાં નતાશા સ્ટેનકોવિક (Natasa Stankovic) કૃણાલ સાથે પોઝ આપતાં જોવા મળી રહી છે. આ તસવીર તેમની કોઈ મિત્રએ શેર કરી છે. એનિવર્સરીનું સેલિબ્રેશન કોઈ હોટેલમાં કરવામાં આવ્યું હતું અને તેની બહાર એક બોર્ડ મૂકવામાં આવ્યું હતું જેમાં લખ્યું હતું ‘કૃણાલ અને પંખુડીની પાંચમી એનિવર્સરી ઉજવી રહ્યા છે’.
અરહાન ખાને જાહેરમાં મમ્મી મલાઈકાના કપડાની ઉડાવી મજાક, જેલના કેદી સાથે કરી સરખામણી
હાર્દિક પંડ્યા-નતાશા સ્ટેનકોવિકે કર્યું ટ્વિનિંગ
કૃણાલ અને પંખુડી કરતાં વધારે લાઈમલાઈટ હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે લૂંટી હતી. જેમાં ક્રિકેટરે બ્લેક આઉટફિટ અને રેડ શેડ્સમાં કિલર પોઝ આપ્યો છે તો સરેબિયન એક્ટ્રેસ-મોડેલે પણ તેની સાથે ટ્વિનિંગ કર્યું છે. તેમાં તે સ્ટનિંગ લાગી રહી છે. પાર્ટીમાં પંખુડી અને નતાશાએ ડાન્સ પણ ખૂબ કર્યો હતો, તેનો પણ એક વીડિયો સામે આવ્યો છે.
કૃણાલ અને પંખુડીની લવસ્ટોરી
કૃણાલ પંડ્યા અને પંખુડી શર્માની લવ સ્ટોરીની વાત કરીએ તો, બંનેની મુલાકાત એક કોમન ફ્રેન્ડ થકી થઈ હતી. તે સમયે કૃણાલ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતો હતો જ્યારે પંખુડી ફિલ્મ ડિવિઝનમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ હતી. પંખુડીની સાદગી જોઈને કૃણાલ ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. બે વર્ષના ડેટિંગ બાદ તેમણે સાત ફેરા લેવાનું નક્કી કર્યું હતું. 2017માં મુંબઈ ઈન્ડિયન્સ ટ્રોફી જીત્યું ત્યારે જ કૃણાલે પંખુડીને પ્રપોઝ કર્યું હતું. તે વખતે તેને મેન ઓફ ધ મેચની ટ્રોફી પણ મળી હતી. જીત બાદ તે પંખુડી સામે ઘૂંટણિયે બેઠો હતો અને એક હાથમાં ટ્રોફી તેમજ એક હાથમાં ફૂલ લઈ પ્રપોઝ કર્યું હતું.
Read Latest Cricket News And Gujarati News