aus vs wi test series, AUS vs WI 2nd Test: વેસ્ટઈન્ડીઝને 419 રને હરાવી ઓસ્ટ્રેલિયાએ સર્જ્યો ઈતિહાસ, સીરિઝ પર 2-0થી કર્યો કબજો - aus vs wi 2nd test: australia beat west indies by 419 runs in second test and win series of two test match

aus vs wi test series, AUS vs WI 2nd Test: વેસ્ટઈન્ડીઝને 419 રને હરાવી ઓસ્ટ્રેલિયાએ સર્જ્યો ઈતિહાસ, સીરિઝ પર 2-0થી કર્યો કબજો – aus vs wi 2nd test: australia beat west indies by 419 runs in second test and win series of two test match


એડિલેટ: ઓસ્ટ્રેલિયાએ પોતાના ઝડપી બોલરો મિશેલ સ્ટાર્ક, સ્કોટ બોલેન્ડ અને માઈકલ નેસરની ત્રણ-ત્રણ વિકટની મદદથી વેસ્ટઈન્ડીઝને બીજી ઈનિંગ્સમાં માત્ર 77 રનમાં ઓલઆઉટ કરી બીજી અને છેલ્લી ટેસ્ટ મેચમાં 419 રનથી ઐતિહાસિક જીત મેળવી. તે સાથે જ ઓસ્ટ્રેલિયાની બે મેચોની સીરિઝમાં વેસ્ટઈન્ડીઝને ક્લીપ સ્વિપ કરી દીધું. એ સાથે જ વેસ્ટઈન્ડીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પ્રવેશવાના પોઈન્ટ્સ ટેબલમાંથી બહાર ફેંકાઈ ગયું છે. વેસ્ટઈન્ડીઝએ 497 રનના મુશ્કેલ લક્ષ્યનો પીછો કરતા મેચના ચોથા દિવસે ચાર વિકેટ પર 38 રનથી ઈનિંગ્સની શરૂઆત કરી હતી.

ઓસ્ટ્રેલિયાએ જોકે, પહેલા સત્રમાં જ વેસ્ટઈન્ડીઝની બાકી બચેલી છ વિકેટ ઝડપી લીધી. આ દરમિયાન વેસ્ટઈન્ડીઝની ટીમ પોતાના સ્કોરમાં માત્ર 39 રન જ જોડી શકી. ઓસ્ટ્રેલિયાએ પર્થમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં 164 રનથી જીત મેળવી હતી, જ્યારે એડિલેડમાં તેની જીત એકતરફી રહી. ઓસ્ટ્રેલિયાનો એડિલેડમાં રમાયેલી ડે-નાઈટ ટેસ્ટ મેચોમાં અજેય રહેવાનો રેકોર્ડ જળવાઈ રહ્યો છે.

ઓસ્ટ્રેલિયાએ ચોથા દિવસે સવારે વેસ્ટઈન્ડીઝની ઈનિંગ્સને સમેટવમાં વધારે મોડું ન કર્યું. સ્ટાર્કએ ડેવોન થામસ (12 રન)ને વિકેટ પાછળ કેચ આઉટ કરાવી તેની શરૂઆત કરી. આ ઝડપી બોલરે તે પછી જેસન હોલ્ડર (11 રન)ની વિકેટ ઝડપી. નેસરે વિકેટકીપર અલેક્સ કેરીની મદદથી રોસ્ટન ચેઝ (13 રન) અને જોશુઆ ડિસિલ્વા (15 રન)ને પેવેલિયન મોકલ્યા. નાથન લિયોને અલજારી જોસેફને આઉટ કરી ટેસ્ટ ક્રિકેટમાં પોતાની વિકેટોનો આંકડો 450એ પહોંચાડ્યો. નેસરે મારક્વિન્હોને મિંડલેને વિકેટ પાછળ કેચ આઉટ કરાવી વેસ્ટઈન્ડીઝની ઈનિંગ્સનો અંત કર્યો. આ કેરીનો ઈનિંગ્સમાં છઠ્ઠો કેચ હતો.

ઓસ્ટ્રેલિયાએ પોતાની પહેલી ઈનિંગ્સ સાત વિકેટ પર 511 રનને ડિક્લેર કરી હતી. તેની ઈનિંગ્સનું મુખ્ય આકર્ષણ ટ્રેવિસ હેડ (175 રન ) અને માર્નસ લાબુશેન (163 રન) રહ્યા. લાબુશેને પહેલી ટેસ્ટની બંને ઈનિંગ્સમાં સદી ફટકારી હતી અને તેને મેન ઓફ ધ સીરિઝનો એવોર્ડ અપાયો.

વેસ્ટઈન્ડીઝે પોતાની પહેલી ઈનિંગ્સમાં 241 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ તેને ફોલોઓન ન દીધું અને પોતાની બીજી ઈનિંગ્સ છ વિકેટ પર 199 રને ડિક્લેક કરી દીધી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *