સ્ટેડિયમમાં સફાઈ કરી રહેલા જાપાની ફૂટબોલ ફેન્સને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ કયા કારણસર અહીં સફાઈ કરી રહ્યા છે ત્યારે તેમણે કહ્યું કે અમે જાપાની છીએ અને અમે ક્યારેય પણ અમારી પાછળ કચરો છોડતા નથી. અમે દરેક જગ્યાનું સન્માન કરીએ છીએ. ત્યારે આ સ્ટેડિયમમાં હાજર તમામ જાપાનીઓ સ્ટેડિયમની સફાઈ કરતા જોવા મળ્યા હતા.
ફૂટબોલ વર્લ્ડ કપમાં મોટો અપસેટ: મેસ્સીનો ઐતિહાસિક ગોલ બેકાર ગયો, સાઉદીએ આર્જેન્ટિનાને હરાવ્યું
કતારમાં રમાઈ રહેલા ફિફા વર્લ્ડ કપમાં મંગળવારે મોટો અપસેટ સર્જાયો હતો. છેલ્લી 36 મેચમાં અજેય રહેલી આર્જેન્ટિનાની ટીમને ટુર્નામેન્ટમાં પોતાના પ્રથમ મુકાબલામાં કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે. આર્જેન્ટિનાને તેનાથી નીચલા રેન્કિંગવાળી સાઉદી અરબ ટીમ સામે 2-1થી પરાજયનો સામનો કરવો પડ્યો છે. આર્જેન્ટિનાએ અંતિમ મિનિટ સુધી મેચ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સ્કોર સરભર કરી શકી ન હતી. આર્જેન્ટિના માટે એકમાત્ર ગોલ સ્ટાર ફૂટબોલર લાયનલ મેસ્સીએ કર્યો હતો. મેસ્સીએ આ ગોલ પેનલ્ટી કિક દ્વારા કર્યો હતો.
ચાર વર્ષ પહેલા આર્જેન્ટિનાએ વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત આઈસલેન્ડ વિરુદ્ધ 1-1થી ડ્રો રમીને કરી હતી. જોકે, કતારમાં તેની સાથે મોટો ખેલ થઈ ગયો. છેલ્લા ઘણા સમયથી આર્જેન્ટિનાનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. તેણે 2021માં કોપા અમેરિકા કપ પણ જીત્યો હતો. છેલ્લા 28 વર્ષમાં કોઈ મોટી ટુર્નામેન્ટમાં તેનો આ પ્રથમ ટાઈટલ વિજય હતો. જોકે, સાઉદી અરબ સામે પરાજય સાથે આર્જેન્ટિનાને મોટો ઝટકો લાગ્યો છે.