Hardik Pandya, T20 World Cup: ભારતની કારમી હાર બાદ Rohit Sharma પાસેથી છીનવાઈ જશે સુકાની પદ? Hardik Pandya બનશે નવો કેપ્ટન! - will hardik pandya be the new captain of team india after t20 world cup semifinal fiasco

Hardik Pandya, T20 World Cup: ભારતની કારમી હાર બાદ Rohit Sharma પાસેથી છીનવાઈ જશે સુકાની પદ? Hardik Pandya બનશે નવો કેપ્ટન! – will hardik pandya be the new captain of team india after t20 world cup semifinal fiasco


ICC ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup) 2022માં ભારતની સફર પૂરી થઈ છે. સેમિફાઈનલમાં રોહિત શર્માની આગેવાનીવાળી ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડની ટીમે 10 વિકેટે કારમો પરાજય આપ્યો હતો. ભારતે પહેલા બેટિંગ કરતાં 168 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી જોસ બટલરે 49 બોલમાં 80 રન (નોટઆઉટ) અને એલેક્સ હેલ્સે 47 બોલમાં 86 રન (નોટઆઉટ) બનાવીને ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. એક પણ વિકેટ ગુમાવ્યા વિના ઈંગ્લેન્ડની ટીમે 169 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો.

India vs England: ભારતની હારથી બોલીવૂડ દુઃખી, સ્ટાર્સે કહ્યું: હિંમત ન હારશો, કહાની હજુ બાકી છે!

કોણ હશે આગામી કેપ્ટન?

ભારતીય ટીમની કારમી હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રહી ચૂકેલા સુનીલ ગાવાસ્કરે કેટલીક ભવિષ્યવાણીઓ કરી છે. તેમણે કહ્યું કે, લાઈન-અપમાં કેટલાય ફેરફાર સંભવ છે. તેમણે એવો પણ દાવો કર્યો કે, વિશ્વ કપ બાદ હાર્દિક પંડ્યાને ટીમ ઈન્ડિયાની કમાન સોંપાઈ શકે છે. ગાવાસ્કરે સ્પોર્ટ્સ ચેનલ સાથે વાત કરતાં કહ્યું, “ઈન્ડિયન પ્રીમયર લીગમાં હાર્દિક પંડ્યાએ પહેલીવાર સુકાનીપદ સંભાળ્યું હતું અને ટીમને ટાઈટલ જીતાડ્યું હતું એવામાં મારા મતે આગામી કેપ્ટન હાર્દિક પંડ્યા હોવો જોઈએ. હાર્દિક પંડ્યા ચોક્કસપણે ભવિષ્યમાં ભારતીય ટીમની કમાન સંભાળશે અને કેટલાક ખેલાડીઓ સંન્યાસ લેશે.”

T20 World Cup 2022: રાહુલ બેટિંગમાં ફેઈલ, ન ચાલી અશ્વિનની ફિરકી… આ 5 રહ્યા ભારતની હારના વિલન

કેટલાક ખેલાડી સંન્યાસ લઈ શકે

આ સાથે જ ગાવાસ્કરે સંકેત આપ્યા છે કે, કેટલાક ખેલાડીઓ સંન્યાસ લઈ શકે છે. તેમણે કહ્યું, ’30થી40 વચ્ચે જેમની ઉંમર છે તેવા ખેલાડીઓ ભારતીય ટી-20 આંતરરાષ્ટ્રીય ટીમમાં પોતાના સ્થાન અંગે ફેરવિચાર કરી રહ્યા હશે.’

નોકઆઉટમાં ફેલ થઈ રહી છે ટીમ ઈન્ડિયા

ભારતીય ટીમ ખાસ્સા સમયથી આસીસી ટુર્નામેન્ટમાં નોકઆઉટમાં હારીને ફેઈલ થઈ રહી છે. 73 વર્ષીય ગાવાસ્કરે છેલ્લા થોડા વર્ષોમાં આઈસીસી આયોજિત મહત્વપૂર્ણ નોકઆઉટ મેચોમાં ભારતીય બેટ્સમેનોના નિરાશાજનક પ્રદર્શન વિશે વાત કરી છે. તેમણે કહ્યું, “મને લાગે છે કે, ભારત નોકઆઉટ મેચોમાં સારું પ્રદર્શન નથી કરી રહ્યું. ખાસ કરીને બેટિંગમાં માર ખાય છે અને બેટિંગ જ હંમેશાથી ભારતીય ટીમની તાકાત રહી છે.”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *