t20 world cup 2022, T20 World Cup: એડિલેડમાં ટોસ જીતવા નહીં ઈચ્છે રોહિત શર્મા, સિક્કો તોડી નાખશે સપનું! - t20 world cup 2022: why rohit sharma may not want to win toss in semifinal against england

t20 world cup 2022, T20 World Cup: એડિલેડમાં ટોસ જીતવા નહીં ઈચ્છે રોહિત શર્મા, સિક્કો તોડી નાખશે સપનું! – t20 world cup 2022: why rohit sharma may not want to win toss in semifinal against england


એડિલેડ: ઓસ્ટ્રેલિયા (Australia)માં ચાલી રહેલા ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup)માં ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) અત્યાર સુધીમાં ટોસ જીતવામાં ઘણો નસીબદાર રહ્યો છે. સુપર-12 રાઉન્ડની છ મેચમાંથી પાંચમાં ટોસ ભારતે જીત્યો હતો, પરંતુ હવે સેમિફાઈનલમાં હિટમેન રોહિત શર્મા ઈચ્છતો હશે કે ભારત ટોસ હારે. આમ તો દરેક ટીમ ટોસ જીતીને પોતાના હિસાબે ગેમ ચલાવવા ઈચ્છતી હોય છે. મોટી ટૂર્નામેન્ટના નોકઆઉટ મુકાબલામાં તો ટીમો ટોસ જીતવા માટે પ્રાર્થનાઓ કરતી હોય છે, પરંતુ રોહિત શર્મા અને આખી ટીમ ઈન્ડિયા ટોસ હારવા કેમ ઈચ્છતી હશે? ચાલો જાણીએ…

હકીકતમાં, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 10 નવેમ્બરે એટલે કે આગામી ગુરુવારે એડિલેડના જે ઓવલ મેદાન પર સેમિફાઈનલ મુકાબલો રમાવાનો છે, ત્યાં ટોસને લઈને ઘણો રસપ્રદ આંકડો સામે આવી રહ્યો છે. આ ગ્રાઉન્ડ પર ટી-20 વર્લ્ડ કપની 11 મેચ રમાઈ ચૂકી છે, જેમાં ટોસ જીતનારી ટીમો અહીં હારી જાય છે. ભારતે આ મેદાન પર બાંગ્લાદેશને હરાવ્યું હતું. એ મેચમાં પણ બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ-અલ-હસને ટોસ જીત્યો હતો.

પ્રેક્ટિસ સેશનમાં રોહિતને ઈજા
ભારતીય ટીમનું વૈકલ્પિક પ્રેક્ટિસ સેશન એક સામાન્ય દિવસને બદલે વ્યસ્ત સેશનમાં ફેરવાઈ ગયું, કારણ કે, રોહિત શર્મા બેટિંગ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયો. થ્રોડાઉનનો સામનો કરતી વખતે દડો તેના હાથ પર લાગ્યો હતો. તે પછી તેને મેદાનમાંથી બહાર જઈ સારવાર કરાવવી પડી હતી. જોકે, બાદમાં તે પ્રેક્ટિસમાં જોડાઈ ગયો હતો.

દિનેશ કાર્તિક કે રિષભ પંત, કોણ રમશે?
સેમિફાઈનલમાં ભારતનો સામનો મોઈન અલીના રૂપમાં ઓફ સ્પિનર સામે થશે. અહીં કાર્તિકનું પલ્લું ભારે થઈ શકે છે. ટીમ મેનેજમેન્ટે કહ્યું હતું કે, ભલે પંતે અગાઉની મેચ રમી, તેનો અર્થ એ નથી કે, કાર્તિક ટીમની બહાર થઈ ગયો છે. કાર્તિકની પ્રેક્ટિસ પરથી એવું લાગી રહ્યું છે કે, તે ઈંગ્લેન્ડ સામે રમવા માટે તૈયાર છે. ગત મેચ પછી મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે, ભવિષ્યને ધ્યાનમાં રાખીને ટીમમાં ફેરફારની તક મળી. તેમણે કહ્યું હતું કે, ‘મને લાગે છે કે, પસંદગી માટે બધા ઉપલબ્ધ છે. માત્ર, એટલા માટે કે, કોઈ આ મેચમાં નથી રમ્યું તેનો અર્થ એ નથી કે, અમે તેની પાસે પાછા ન જઈ શકીએ.’

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *