2 ગોલથી પાછળ રહ્યા બાદ ભારતનું ધમાકેદાર કમબેક, જીત્યો એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ – india beats malaysia in asian hockey championship trophy 2023 final


ચેન્નાઈઃ ભારતીય ટીમે એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફી 2023નો ખિતાબ જીતી લીધો છે. ફાઈનલ મેચમાં ભારતે એક તબક્કે 2 ગોલથી પાછળ રહ્યા બાદ મલેશિયાને 4-2થી હરાવ્યું હતું. સેકન્ડ હાફ સુધીમાં મલેશિયાની ટીમ 3-1થી આગળ હતી. આ સાથે જ ભારતે ચોથી વખત એશિયન હોકી ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. ભારત સૌથી વધુ વખત આ ટૂર્નામેન્ટ જીતનાર દેશ પણ બની ગયો છે. બીજી તરફ પાકિસ્તાનના નામે 3 ખિતાબ છે.

ભારતીય ટીમ એટેક કરી રહી હતી
ભારતીય ટીમે ચોથો ગોલ કર્યો હતો. ત્યાં સુધી ટીમ સતત એટેક કરી રહી હતી, પરંતુ સફળતા નહતી મળી રહી. જોકે, 56મી મિનિટમાં આકાશદીપ સિંહે ટીમ માટે આ ગોલ કર્યો હતો. આ પહેલા મલેશિયાએ 2 પેનલ્ટી કોર્નરને બચાવ્યા હતા. ભારતીય ટીમે 3-3નો સ્કોર કર્યા બાદ ધમાકેદાર કમબેક કર્યું હતું. ત્રીજા ક્વાર્ટરના અંતે થોડી જ સેકન્ડની અંતર ભારત તરફથી 2 ગોલ થયા હતા. પહેલો ગોલ કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી સ્ટ્રોક પર ગોલ કર્યો. ત્યારબાદ ગુરજંત સિંહે ગોલ કર્યો હતો. ત્યારબાદ ટીમનો સ્કોર 3-3 થયો હતો.

ભારત વિ. મલેશિયા હેડ ટૂ હેડ
ભારત અને મલેશિયા વચ્ચે અત્યાર સુધી હોકીની 124 મેચ રમાઈ છે. ટીમ ઇન્ડિયાએ આમાં 86 મેચ જીતી છે. જ્યારે મલેશિયાએ 17 મેચને પોતાના નામે કરી છે. તો 21 મેચ ડ્રો પર પૂર્ણ થઈ હતી. છેલ્લી 10 મેચની વાત કરીએ તો, ભારતે 8 જીત મેળવી છે. જ્યારે મલેશિયાને ફક્ત એકમાં જ જીત મળી છે.

રાઉન્ડ રોબિનમાં 5-0થી મળી હતી જીત
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023ના રાઉન્ડ રોબિન મેચમાં પણ ભારત અને મેલિશિયાની ટક્કર થઈ હતી. હરમનપ્રીત સિંહની ટીમે આ મેચને 5-0ના મોટા અંતરથી પોતાના નામે કર્યા હતા. ભારત ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 25 ગોલ કરી ચૂક્યું છે. જ્યારે 5 ગોલ એવા છે, જે ખાલી ગયા છે. તો મલેશિયાએ 18 ગોલ કર્યા છે અને તેની સામે 10 પડ્યા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *