175 સિક્સર ફટકારનારા 'બાહુબલી'ની UAEની T20 લીગમાં એન્ટ્રી, અબુધાબી નાઈટરાઈડર્સ માટે રમશે - uae ilt20 jonny bairstow andre russell feature in abu dhabi knight riders squad

175 સિક્સર ફટકારનારા ‘બાહુબલી’ની UAEની T20 લીગમાં એન્ટ્રી, અબુધાબી નાઈટરાઈડર્સ માટે રમશે – uae ilt20 jonny bairstow andre russell feature in abu dhabi knight riders squad


ટી20 ક્રિકેટની લોકપ્રિયતા સતત વધી રહી છે. જેમાં હવે વધુ એક દેશમાં ટી20 ક્રિકેટ લીગની શરૂઆત થઈ છે. યુએઈમાં પણ હવે ટી20નો રોમાંચ છવાશે કેમ કે ત્યાં યુએઈ ઈન્ટરનેશનલ લીગ (UAE IL T20)ની પ્રથમ સિઝન 2023થી શરૂ થશે. આ ટુર્નામેન્ટમાં કુલ 34 મેચ રમાશે. જેમાં છ ટીમો હશે. જેમાંથી કેટલીક ટીમમાં ભારતીય બિઝનેસમેનોએ પણ રોકાણ કર્યું છે. આ ટીમોમાં લાન્સર કેપિટલ, જીએમઆર ગ્રુપ (દુબઈ કેપિટલ્સના રૂપમાં ફ્રેન્ચાઈઝીનું નામ), અદાણી સ્પોર્ટ્સલાઈન (ગલ્ફ જાયન્ટ્સ ટીમ), નાઈટરાઈડર્સ ગ્રુપ અને કેપરી ગ્લોબલ સામેલ છે. દુબઈ, અબુધાબી અને શારજાહમાં રમાનારી આ ટુર્નામેન્ટ માટે અબુધાબી નાઈટરાઈડર્સે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. જેમાં વેસ્ટ ઈન્ડિઝનો વિસ્ફોટક ઓલ-રાઉન્ડર આન્દ્રે રસેલ પણ સામેલ છે.

આઈપીએલમાં 175 સિક્સર ફટકારી ચૂક્યો છે આન્દ્રે રસેલ
નાઈટરાઈડર્સે 14 ખેલાડીઓના નામની જાહેરાત કરી દીધી છે, જેમને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આઈપીએલમાં અત્યાર સુધી કુલ 175 સિક્સર ફટકારી ચૂકેલો આન્દ્રે રસેલ વધુ એક વખત બોલીવુડ બાદશાહ શાહરૂખ ખાનની માલિકીની ટીમમાં જોવા મળશે. આઈપીએલના જ તેના સાથી ખેલાડી અને કેરેબિયન સ્પિનર સુનીલ નરૈનને પણ ટીમમાં જગ્યા મળી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નાઈટરાઈડર્સ એવી પ્રથમ ગ્લોબલ બ્રાન્ડ છે જેની કુલ ત્રણ ટીમો અલગ-અલગ ટી20 લીગમાં રમશે. આઈપીએલમાં કોલકાતા નાઈટરાઈડર્સ ઉપરાંત કેરેબિયન પ્રીમિયર લીગમાં ત્રિનિદાદ નાઈટરાઈડર્સ બાદ હવે યુએઈ ટી20 લીગમાં અબુધાબી નાઈટરાઈડર્સ ટીમ સામેલ છે.

અબુધાબી નાઈટરાઈડર્સ ટીમ
સુનીલ નરૈન (વેસ્ટ ઈન્ડિઝ), આન્દ્રે રસેલ (વેસ્ટ ઈન્ડિઝ), જોની બેરસ્ટો (ઈંગ્લેન્ડ), પોલ સ્ટર્લિંગ (આયર્લેન્ડ), કોલિન ઈન્ગ્રામ (સાઉથ આફ્રિકા), લાહિરુ કુમારા (શ્રીલંકા), ચરિત અસલંકા (શ્રીલંકા), અકીલ હોસેન (વેસ્ટ ઈન્ડિઝ), કેનર લૂઈસ (વેસ્ટ ઈન્ડિઝ), અલી ખાન (યુએસએ), બ્રેન્ડ ગ્લોવર (ન્યૂઝીલેન્ડ), સીક્કુગે પ્રસન્ના (શ્રીલંકા), રવિ રામપોલ (વેસ્ટ ઈન્ડિઝ), રેમન રીફર (વેસ્ટ ઈન્ડિઝ).



Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *