16 વર્ષ બાદ જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીએ કેમ છોડ્યું રાજકોટ? અમદાવાદને બનાવ્યું નવું ઠેકાણું - folk singer kirtidan gadhvi shifts to ahmedabad from rajkot

16 વર્ષ બાદ જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીએ કેમ છોડ્યું રાજકોટ? અમદાવાદને બનાવ્યું નવું ઠેકાણું – folk singer kirtidan gadhvi shifts to ahmedabad from rajkot


જાણીતા ગુજરાતી ગાયક કીર્તિદાન ગઢવી (Kirtidan Gadhvi)નું સરનામું હવે બદલાઈ ગયું છે. 16 વર્ષ સુધી રાજકોટમાં રહેનારા કીર્તિદાન ગઢવી હવે અમદાવાદમાં રહેવા આવી ગયા છે. કીર્તિદાન ગઢવી છેલ્લા બે મહિનાથી અમદાવાદ આવી ગયા છે. અમારા સહયોગી અમદાવાદ ટાઈમ્સ સાથે વાત કરતાં કીર્તિદાન ગઢવીએ જણાવ્યું, “મારી આંતરરાષ્ટ્રીય મુસાફરી સરળ બને તે હેતુસર મેં અમદાવાદ શિફ્ટ થવાનો નિર્ણય કર્યો. ઉપરાંત આખી ગુજરાતી ફિલ્મ અને મ્યૂઝિક ઈન્ડસ્ટ્રી અહીં છે એટલે અહીંથી કામ કરવું સરળ પડે તેમ છે. રાજકોટની સરખામણીમાં અમદાવાદથી આંતરરાષ્ટ્રીય મુસાફરી સરળ પડે છે.”

મૂવી રિવ્યૂ: બ્રહ્માસ્ત્ર પાર્ટ વન: શિવા

કઈ રીતે અલગ છે રાજકોટ અને અમદાવાદની જિંદગી?

અમદાવાદ અને રાજકોટ બંને શહેરો એકબીજાથી કઈ રીતે અલગ પડે છે તે વિશે વાત કરતાં કીર્તિદાન ગઢવીએ આગળ કહ્યું, “મેં મારા જિંદગીના 16 વર્ષ રાજકોટમાં વિતાવ્યા છે. રાજકોટની સરખામણીએ અમદાવાદમાં જિંદગીની ભાગદોડ વધારે છે. હું ખરેખર સૌરાષ્ટ્ર અને રાજકોટને ત્યાંના લોકો, પ્રેમ અને ફૂડને માટે થઈને ખૂબ યાદ કરું છું. જોકે, અમદાવાદના લોકો પણ મને પ્રેમ કરે છે અને મારા જીવનમાં આવેલું આ પરિવરર્તન મને પસંદ આવી રહ્યું છે. મને જ્યારે પણ સમય મળશે ત્યારે હું રાજકોટની મુલાકાત લેતો રહીશ.”

કપૂર પરિવારના ગણેશોત્સવમાં પહોંચી કરીના-કરિશ્મા, પ્રસાદના થાળમાં હતું નાનકડા જેહનું ધ્યાન

નવરાત્રી પહેલા વિદેશ જશે કીર્તિદાન

કીર્તિદાન ગઢવી પ્રી-નવરાત્રી કોન્સર્ટ માટે યુએસ જવાના છે પણ નવરાત્રી વખતે અમદાવાદ આવી જશે. પહેલીવાર કીર્તિદાન ગઢવી નવરાત્રીની ઉજવણી અમદાવાદમાં કરવાના છે. જે બાદ તેઓ યુએસ, કેનેડા અને યુકેની ટૂર પર જવા રવાના થશે.

ગુજરાત ગરિમા અવોર્ડથી થયું સન્માન

ઉલ્લેખનીય છે કે, લોકગાયક કીર્તિદાન ગઢવી ડાયરા અને લોકગીતો માટે ગુજરાત સહિત દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. સચિન-જિગર સાથે ‘લાડકી’ ગીત ગાયા બાદ તેમની પોપ્યુલારિટીમાં ખૂબ વધારો થયો હતો. તાજેતરમાં જ રિલીઝ થયેલા કીર્તિદાનના ગીતો ‘તેડો તેડો’ અને ‘પટોળુ’ને દર્શકોએ વખાણ્યા છે. થોડા દિવસ પહેલા જ કીર્તિદાન ગઢવીનું ભાવનગરમાં ગુજરાત ગરિમા અવોર્ડથી સન્માન પણ કરવામાં આવ્યું હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *