હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતી અનુસાર, આગામી 5 દિવસ સામાન્ય વરસાદ રહેશે. જોકે 15 અને 16 તારીખે રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદ પડી શકે છે.
બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ પડશે.
હવામાન શાસ્ત્રી એવા અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારે વરસાદને લઈને મોટી આગાહી જાહેર કરી દેવામાં આવી છે, અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે જાણવા મળી રહ્યું છે કે આવનારી 16 અને 17 તારીખ ના રોજ ગુજરાતમાં ઘણા બધા ભાગોની અંદર ખૂબ જ તોફાની વરસાદ પડી શકે છે.
19 થી લઈને 24 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતના પાટણ મહેસાણા કડી સમી બેચરાજી અને વિસનગર તેમજ વડગામ ની અંદર પણ ભારે વરસાદી માહોલ યથાવત રહેશે. આ ઉપરાંત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતના ઘણા બધા ભાગો ની અંદર વધુ વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે સાથે અમરેલી ગીર બોટાદ ભાવનગર વિસ્તારની અંદર માં ભારે વરસાદ પડી શકે છે.
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો