દીપક ચહર ભારતીય ટીમ માટે ફાયદાકાર સાબિત થશે- સુનીલ ગાવસ્કર
એક ઈન્ટરવ્યૂમાં સુનીલ ગાવસ્કરે કહ્યું કે, હું દીપક ચહરને વર્લ્ડ કપની ટીમમાં જોવા માગું છું. કેમ કે, તે ઓસ્ટ્રેલિયા સામે ઘાતક સાબિત થઈ શકે છે. જો તમે જાણો છો કે, આપણે હંમેશા ઓસ્ટ્રેલિયા કે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે લગભગ 4-5 બોલર્સ પસંદ કર્યા છે, ડો તે બરબાદ થઈ જાય છે તો તેઓને તેના પર ધ્યાન આપવું પડશે. પણ ટી20 જેવી ટુર્નામેન્ટમાં મને લાગે છે કે, દીપક ચહર ભારતીય ટીમ માટે ફાયદાકારક હશે.
રોબિન ઉથપ્પાએ પણ દીપક ચાહરને ટીમમાં સામેલ કરવા સલાહ આપી
દીપક ચાહરને ભારતીય ટીમમાં સામેલ કરવાની સલાહ રોબિન ઉથપ્પાએ પણ આપી છે. ઉથપ્પાએ કહ્યું કે, તે રાજસ્થાનના ફાસ્ટ બોલર્સની સાથે તે ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલને પણ સાથ આપી બોલિંગ વિભાગને પૂરો કરી શકે છે. ઉથપ્પાએ કહ્યું કે, ભારતીય ટીમ પાંચ બોલર્સ સાથે મેદાનમાં ઉતરશે. જેમાં અર્શદીપ, દીપક ચહર, બુમરાહ, ભુવી અને હર્ષલની સાથે હાર્દિક પંડ્યા પણ હશે.
દીપક ચહરે ઝિમ્બાબ્વે પ્રવાસ પર ભારત માટે 3 મેચોમાથી બેમાં ભાગ લીધો હતો. જેમાં હરારેમાં વાપસી મેચમાં તેણે પાંચ વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત તેણે ભારતીય ટીમ સાથે દુબઈની યાત્રા પણ કરી હતી. જ્યાં તે પ્રેક્ટિસ સેશનમાં ટ્રેનિંગ કરતા જોવા મળ્યો હતો.