રાંચીના રસ્તા પર વિન્ટેજ કાર લઈને નીકળ્યો ધોની, ક્રિકેટરનો કુલ અંદાજ જોઈ ફેન્સે કહ્યું- કલેક્શન હોય તો આવું - dhoni spotted driving 1973 ponbtiac trans am sd 455 on ranchi streets video goes viral

રાંચીના રસ્તા પર વિન્ટેજ કાર લઈને નીકળ્યો ધોની, ક્રિકેટરનો કુલ અંદાજ જોઈ ફેન્સે કહ્યું- કલેક્શન હોય તો આવું – dhoni spotted driving 1973 ponbtiac trans am sd 455 on ranchi streets video goes viral


મહેન્દ્રસિંહ ધોનીને ગાડીઓનો કેટલો શોખ છે. તે તો જગજાહેર છે. હાલમાં જ માહીના ગેરેજનો એક વીડિયો સામે આવ્યો હતો, જેને જોઈને ફેન્સને ક્રિકેટરના વાહનોના ક્રેઝનો અંદાજ આવી ગયો હતો. તાજેતરમાં, સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં ધોની રાંચીની શેરીઓ પર વિન્ટેજ કાર ચલાવતો જોવા મળ્યો હતો. અગાઉ કેપ્ટન કૂલ રોલ્સ રોયસ રૈથ ચલાવતો જોવા મળ્યો હતો, જે એક લક્ઝરી સેડાન કાર હતી. આ મોડલ પણ 1975-1980 વચ્ચે વેચવામાં આવ્યું હતું.ફેને વીડિયો શેર કર્યો
વાયરલ ક્લિપમાં માહી તેની 1973ની વિન્ટેજ કાર કમ્પોટિએક ટ્રાન્સ એમ એસડી 455 ચલાવતો જોવા મળ્યો હતો. આ દરમિયાન કોઈએ તેનો વીડિયો બનાવીને પોસ્ટ કર્યો હતો. તેને જ્હોન (@CricCrazyJohns) નામના એકાઉન્ટ પરથી ટ્વિટર પર શેર કરવામાં આવ્યું છે. કેપ્શનમાં લખ્યું છે, એમએસ ધોની રાંચીના રસ્તાઓ પર ડ્રાઇવિંગ કરી રહ્યા છે. માત્ર 27 સેકન્ડની આ ક્લિપમાં જોઈ શકાય છે કે, ધોની લાલ રંગની કારમાં એકલો બેઠો છે. તેણે આંખો પર ડાર્ક ચશ્મા પહેર્યા છે.

લોકોને પસંદ આવી રહ્યો છે વીડિયો
ક્રિકેટરનો આ અંદાજને લોકો પસંદ આવી રહ્યો છે. આ વીડિયો અંગે લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 26,0000થી વધુ વ્યૂઝ અને લગભગ 13,000 લાઇક્સ મળી ચૂક્યા છે. આ ઉપરાંત યુઝર્સે કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. એકે લખ્યું, કલેક્શન હોય તો આવું. બીજાએ ટિપ્પણી કરી, આ કાર મને ઘણી પસંદ આવી છે. તો અન્ય એક યુઝરે લખ્યું હતું કે, ધોની પાસે કાર અને ટ્રોફીનું શ્રેષ્ઠ કલેક્શન છે. આપને જણાવી દઈએ કે, ધોનીએ આઈપીએલ 2023 સમાપ્ત થયા પછી તરત જ ઘૂંટણની સર્જરી કરાવી હતી. ત્યારથી તે રાંચીમાં તેના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે અને સ્વસ્થ થઈ રહ્યો છે. હાલમાં જ પત્ની સાક્ષી ધોનીએ તેની ફિટનેસ વિશે જણાવ્યું હતું કે, તે સ્વસ્થ થઈ રહ્યો છે, રિહેબમાં છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *