પોતાના કંગાળ ફોર્મ પર વિરાટ કોહલીએ તોડ્યું મૌન, ટીકાકારોને આપ્યો જવાબ - virat kohli breaks silence wouldnt have come this far in international cricket without ability to counter situations

પોતાના કંગાળ ફોર્મ પર વિરાટ કોહલીએ તોડ્યું મૌન, ટીકાકારોને આપ્યો જવાબ – virat kohli breaks silence wouldnt have come this far in international cricket without ability to counter situations


યુએઈમાં રમાનારી એશિયા કપ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ અગાઉ ભારતીય ટીમના ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલીએ પોતાના કંગાળ ફોર્મ અંગે મૌન તોડ્યું છે. વિરાટ કોહલીનું માનવું છે કે જો તેની પાસે પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે લડવાની ક્ષમતા ન હોત તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આટલી લાંબી સફર ખેડી શક્યો ન હોત. કોહલી લગભગ ત્રણ વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈ પણ ફોર્મેટમાં સદી ફટકારી શક્યો નથી, પરંતુ તેને લાગે છે કે સુધારાનો વધારે અવકાશ નથી. તેનું કારણ એ છે કે તેનામાં 2014ના ઈંગ્લેન્ડ પ્રવાસની જેમ કોઈ ટેકનિકલ ખામી દેખાઈ રહી નથી જ્યારે તે ઓફ સ્ટંપની બહારના બોલ પર કેચ આઉટ થઈ જતો હતો.

કોહલીએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, હું જાણું છું કે હું કયા સ્તરે રમી રહ્યો છું અને તમે પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો અને વિવિધ પ્રકારની બોલિંગનો સામનો કરવાની ક્ષમતા વગર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આટલી લાંબી સફર ખેડી શકો નહીં. તેથી મારા માટે પ્રક્રિયાને આસાન બનાવવાનો રસ્તો એ છે કે હું મારા પર વધારે દબાણ લાવવા ઈચ્છતો નથી.

2014ના ઈંગ્લેન્ડ પ્રવાસમાં કંગાળ ફોર્મમાં હતો કોહલી
કોહલીએ 2014ના ઈંગ્લેન્ડના પ્રવાસમાં આઉટ થવાની રીત અંગે વાતચીત કરી હતી અને ટેકનિકલ ખામીઓમાં સુધારો લાવ્યા બાદ 2018ના પ્રવાસમાં લગભગ 600 રન નોંધાવ્યા હતા. કોહલીએ કહ્યું હતું કે, ઈંગ્લેન્ડમાં હું એક જ પ્રકારે આઉટ થઈ રહ્યો હતો. તે એવું હતું જેના પર હું કામ કરી શકતો હતો અને જેમાંથી મારે બહાર આવવાનું હતું. હાલમાં આવી કોઈ વાત નથી જેનાથી તમે કહી શકો કે અહીં સમસ્યા રહેલી છે.

કોહલી હાલમાં તમામ પ્રકારે આઉટ થયો છે. તે ઉછાળ ભરેલા બોલ, ફૂલ લેન્થ બોલ, સ્વિંગ બોલ, કટર, ઓફ સ્પિન, લેગ સ્પિન અને ડાબા હાથથી કરવામાં આવેલી સ્પિન બોલિંગમાં પોતાની વિકેટ ગુમાવી છે. કોહલીને લાગે છે કે જો તમારા આઉટ થવાની રીત એક જેવી નથી તો સારી વાત હોય છે. તેથી આ મારા માટે આસાન બાબત છે કેમ કે હું જાણું છું કે હું સારી બેટિંગ કરી રહ્યો છું. જ્યારે હું તે લય ફરીથી અનુભવવાનું શરૂ કરીશ, તો મને ખબર છે કે હું સારી બેટિંગ કરી રહ્યો છું.

કોહલીને ઝડપથી ફોર્મ મેળવી લેવાની આશા
તેણે કહ્યું હતું કે અહીં મારા માટે કોઈ મોટી સમસ્યા નથી. આ ઈંગ્લેન્ડના 2014ના પ્રવાસ જેવી સ્થિતિ નથી કે મને લાગી રહ્યું હતું કે હું સારી બેટિંગ કરી રહ્યો નથી. તેથી મેં એક બાબત પર આખરી મહેનત કરી હતી જે મારી નબળાઈ હતી અને હું તેમાંથી બહાર આવવામાં સફળ રહ્યો. હાલમાં આવું કંઈ છે જ નહીં. તેણે કહ્યું હતું કે હું જાણું છું કે ઉતાર-ચઢાવ આવે છે. પરંતુ મારા અનુભવ મારા માટે અમૂલ્ય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *