2009માં શ્રીલંકા સામે જીતાડી હતી મેચ
જ્યારે કોહલીએ 2008માં ઈન્ટનેશનલમાં ડેબ્યૂ કર્યું ત્યારે ગંભીર ટીમના મુખ્ય ખેલાડીમાંથી એક હતો. ડિસેમ્બર 2009માં શ્રીલંકાની ટીમ ભારત પ્રવાસે હતી. 24 ડિસેમ્બરે કોલકાતામાં વનડે સીરિઝની ચોથી મેચ રમાઈ હતી. શ્રીલંકાએ ભારત સામે 316 રનનું લક્ષ્ય રાખ્યું હતું. ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. સચિન અને સહેવાગ સસ્તામાં આઉટ થઈ ગયા હતા. 23 રનના સ્કોર પર ગંભીર અને કોહલીએ મોરચો સંભાવ્યો હતો અને બંનેએ સાથે મળીને ત્રીજી વિકેટ માટે 224 રનની ભાગીદારી કરી ગતી. આ યાદગાર મેચમાં બંનએ સદી ફટકારી હતી કોહલી 107 રન પર આઉટ થયો હતો તો ગંભીર 150 રન સાથે અણનમ રહ્યો હતો. ભારતે આ મેચ બંનેની શાનદાર ઈનિંગના કારણે 7 વિકેટથી જીતી હતી.
ગંભીરે કોહલીને સોંપી હતી ટ્રોફી

મેચ ખતમ થયા બાદ ગૌતમ ગંભીરને તેની ઈનિંગ માટે ‘મેન ઓફ ધ મેચ’ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. જો કે, તેણે આ ટ્રોફી માટે પોતે યોગ્ય હકદાર ન હોવાનું કહ્યું હતું અને વિરાટ કોહલીને સોંપી હતી. આ વિશે વાત કરતાં ગંભીરે કહ્યું હતું કે ‘મેં એવું કંઈ નથી કર્યું જે મારે નહોતું કરવું જોઈતું. તે આગળ જઈને 100 ઈન્ટરનેશનલ સદી ફટકારી શકે છે, જે મને વિશ્વાસ છે કે તે કરશે કારણ કે તે એ પ્રકારનો ખિલાડી છે. પરંતુ તારી પહેલી ઈન્ટરનેશનલ સદી હંમેશા યાદ રહેશે. તેથી, હું તેને તારા માટે ખાસ બનાવવા માગું છું અને તેવું કંઈ નથી જે મારે અથવા અન્ય કોઈએ કરવું નહોતું જોઈતું’.
અમિત મિશ્રા ન હોત તો…

વિરાટ કોહલી, ગૌતમ ગંભીર અને નવીન ઉલ હક વચ્ચેની લડાઈ હાથાપાઈ સુધી પહોંચી જશે તેમ લાગી રહ્યું હતું. પરંતુ મેદાન પર એક એવો ખિલાડી હતો, જેને દર વખતે કોહલીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. કોહલી જ્યારે તેના પર ભડક્યો ત્યારે પણ તે શાંત રહ્યો હતો. અહીંયા વાત કરી રહ્યા છીએ અમિત મિશ્રાની. દિલ્હીમાં કોહલી અને ગંભીરના સાથી રહેલા મિશ્રાને બંનેનો ક્લોઝ માનવામાં આવે છે. તે બાળપણથી કોહલી સાથે રમ્યો છે તો ગંભીર તેને ઘણો પસંદ કરે છે. જ્યારે કોહલી અને નવીન ઉલ હક સામસામે હતા ત્યારે પણ તે કોહલીને સમજાવતો દેખાયો હતો.
કોહલીએ આડકતરી રીતે આપી પ્રતિક્રિયા

બબાલ બાદ આરસીબી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં વિરાટ કોહલીએ કહ્યું હતું કે ‘જો તમે કંઈક કહો છો તો સાંભળવું પણ પડશે’. બાદમાં તેણે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ એક પોસ્ટર શેર કર્યું હતું, જેમાં લખ્યું હતું ‘આપણે જે પણ સાંભળીએ છીએ તે માત્ર વિચાર હોય છે કોઈ તથ્ય નહીં. આપણે જે જોઈએ છીએ તે દ્રષ્ટિકોણ હોય છે પરંતુ સત્ય કંઈક અલગ હોય છે’. તો નવીન ઉલ હકે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું કે ‘તમે જેને લાયક છો તેવું જ તમને મળે છે. આવું જ હોવું જોઈએ અને આ રીતે જ બધું ચાલે છે’