હેપ્પી આપણી સાથે નથી હજી વિશ્વાસ નથી આવી રહ્યોઃ દેવકી જાણીતી રેડિયો પર્સનાલિટી અને ગુજરાતી થિયેટર આર્ટિસ્ટ દેવકીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર હેપ્પી ભાવસારની કેટલીક તસવીરો શેર કરીને તેના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેણે લખ્યું છે ‘ખૂબ જ આઘાતજનક અને હૈયુ ચીરી દે તેવા સમાચાર. હેપ્પી ભાવસાર- ગુજરાતી થિયેટર અને ફિલ્મોની મોસ્ટ ટેલેન્ટેડ એક્ટરમાંથી એકનું મધ્યરાત્રિએ લંગ કેન્સરના કારણે અવસાન થયું છે. હેપ્પી, તું હંમેશા તારા આસપાસના લોકોને ખુશ રાખતી હતી! ભગવાન તારી આત્માને શાંતિ આપે. હજી વિશ્વાસ નથી આવી રહ્યો!’.
અચાનક જ બધું સ્તબ્ધ થઈ ગયુંઃ નિલમ પંચાલ
ગુજરાતી ફિલ્મ ’21મું ટિફિન’ ફેમ એક્ટ્રેસ નિલમ પંચાલે પણ હેપ્પી ભાવસારના નિધનથી આઘાતમાં છે. તેણે તેના સીમંતની તસવીર શેર કરીને લખ્યું છે ‘સમજાતું નથી કે શું લખું. અચાનક બધું સ્તબ્ધ થઈ ગયું. રોજ સવારે ફેસબુક પર કોઈને હેપ્પી બર્થ ડે વિશ કરીએ એટલે અચૂક હેપ્પી ભાવસાર નાયકનું નામ ઓટોમેટિક રિફ્લેક્ટ થઈ જાય. સ્વીકારવું મુશ્કેલ છે. તું જ્યાં છે ત્યાં ખુશ રહેજે. તારી આત્માને શાંતિ મળે તે માટે જય શ્રી કૃષ્ણ’.
અભિષેક શાહે શોક વ્યક્ત કર્યો
ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર અને એક્ટર અભિષેક શાહે હેપ્પી ભાવસારને શ્રદ્ધાંજલિ આપી છે. તેણે લખ્યું છે ‘હેપ્પી, અમે તને ગુડબાય કહી શકતા નથી અને કહેવા પણ માગતા નથી. તું હંમેશા હેપ્પી રહે તેમ અમે ઈચ્છીએ છીએ’.
કો-એક્ટરે પરિવારને પાઠવી સાંત્વના
ગુજરાતી સીરિયલ ‘શ્યામલી’માં તેના કો-એક્ટર અને ખૂબ જ સારા મિત્ર મકરંગ અન્નપૂર્ણાએ પણ શઓક વ્યક્ત કરતાં લખ્યું છે ‘આટલું બધું ભાવપૂર્વક ‘જય શ્રી કૃષ્ણ’ બોલવાનું???? હેપ્પી ભાવસાર નાયક???? કે એણે તને પોતાની પાસે જ બોલાવી લીધી????? ભગવાન પર ગુસ્સો આવે છે આ અક્ષ્મય પ્રસંગે. તારી ખોટ ક્યારેય નહીં પૂરાય. મારી સાંત્વના પરિવાર સાથે છે’.