ગર્લ ફ્રેન્ડના પપ્પાને ઈમ્પ્રેસ કરવાના ચક્કરમાં કાગિસો રબાડાએ કરી મોટી ભૂલ- કહ્યું-'સુઅર જી નમસ્તે' - kagiso rabada speak hindi in hilarious way gives tips to impress girlfriends parent

ગર્લ ફ્રેન્ડના પપ્પાને ઈમ્પ્રેસ કરવાના ચક્કરમાં કાગિસો રબાડાએ કરી મોટી ભૂલ- કહ્યું-‘સુઅર જી નમસ્તે’ – kagiso rabada speak hindi in hilarious way gives tips to impress girlfriends parent


દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર કાગિસો રબાડા આ સમયે ઓસ્ટ્રેલિયામાં યોજાઈ રહેલી T-20 વર્લ્ડ કપનો એક ભાગ છે. પોતાની ખૂબ જ સ્પીડને લીધે જાણીતા રબાડા IPLમાં પણ તેની બોલિંગથી ખૂબ જ ખ્યાતિ મેળવી ચુક્યો છે. રબાડાએ દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. IPLના સમયે તે અનેક વખત હિન્દી બોલતો જોવા મળ્યો છે. જોકે તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે હિન્દીના કેટલાક શબ્દો બોલી રહ્યો છે, જેમાં તે કેટલાક ખોટા ઉચ્ચારણ કરી બેસે છે.

રબાડાએ તાજેતરમાં જ ફેમસ રેડિયો જોકી આરજે કરિશ્મા સાથે એક વીડિયો બનાવ્યો છે,જોકી રોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોની શરૂઆત રબાડા હિન્દીમાં નમસ્તે કહીને કરે છે. ત્યારબાદ તે કહે છે, ”પૂર્વ યા પશ્ચિમ, મેરા સાસ સબસે અચ્છા હૈ”- પૂર્વ હોય કે પશ્ચિમ, મારી સાસુ સૌથી સારા છે.

રબાડા ભારતીય રેડિયો જોકી આરજે કરિશ્માના વિડીયો ‘હાઉ નોટ ઈમ્પ્રેસ દેસી ગર્લફ્રેન્ડ પેરેન્ટ્સ’માં આ વિડીયો તૈયાર કરાયો હતો.. કરિશ્માએ પહેલા સાસુ, પછી સસરા માટે લાઈન આપી. રબાડાએ પહેલા કહ્યું ‘નમસ્તે સુઅર જી’, તેનો કહેવાનો અર્થ હતો-નમસ્તે સસરા જી’. જોકે કરિશ્મા તેની આ ભૂલ સુધારવા કહે છે અને ત્યારબાદ રબાડા માફી કરવા માટે કહે છે.

આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને અનેક એક્ટર અને ફેન્સે આ અંગે પ્રતિક્રિયા આપી છે. રબાડાએ તેને પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર પણ કર્યો છે. IPLમાં રબાડાની ટીમ સાથે શિખર ધવને પણ આ અંગે પ્રતિક્રિયા આપી. અનેક લોકોની માફક ધવન પણ આ જોઈને હસી પડ્યો હતો.

વિશ્વ કપ અગાઉ ભારત આવ્યો હતો રબાડા
કગિસો રબાડા ઓસ્ટ્રેલિયામાં યોજાઈ રહેલા T-20 વિશ્વ કપ અગાઉ ભારત પ્રવાસ પર આવ્યો હતો. અહીં તેમની ટીમને T-20 સિરીઝમાં 3-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે વનડે સિરીઝમાં પણ તેમને 2-1થી હારનો સામનો કરવો પડ્યો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *