કોહલી જેવી પીડા સહન કરી રહ્યા છે સૌરવ ગાંગુલી, ગત વર્ષે BCCIએ છીનવી હતી કેપ્ટનસી - sourav ganguly faces same situation which virat kohli faced last year

કોહલી જેવી પીડા સહન કરી રહ્યા છે સૌરવ ગાંગુલી, ગત વર્ષે BCCIએ છીનવી હતી કેપ્ટનસી – sourav ganguly faces same situation which virat kohli faced last year


ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સૌરવ ગાંગુલીને બીજી વખત અધ્યક્ષ બનાવવાની ના પાડી દીધી છે. ગાંગુલીના સ્થાને 1983ની વર્લ્ડ ચેમ્પિયન ટીમના ખેલાડી રહેલા રોજર બિન્ની ભારતી ક્રિકેટ બોર્ડના આગામી બોસ હશે. જય શાહ પોતાના સચિવ પદ પર યથાવત રહેશે. ઓક્ટોબર 2019માં અધ્યક્ષ બનેલા સૌરવ ગાંગુલી ઈચ્છતા હતા કે તે વધુ એક કાર્યકાળ પૂરો કરે. પરંતુ આવું થઈ શક્યું નથી. બોર્ડની બેઠકમાં તેમનો વિરોધ થયો હતો. તેમની કાર્યપ્રણાલી પર સવાલો ઉઠ્યા હતા. સૌરવ ગાંગુલી અલગ પડી ગયેલા અનુભવી રહ્યા છે. સૌરવ ગાંગુલી એવા સ્થાને આવી ગયા જ્યાં એક વર્ષ પહેલા વિરાટ કોહલી હતો.

ત્યારે વિરાટ કોહલીને પણ છોડવી પડી હતી કેપ્ટનસી
સૌરવ ગાંગુલીના ત્રણ વર્ષના કાર્યકાળનો સૌથી મોટો વિવાદ 2021માં આવ્યો હતો. જ્યારે ટીમ ઈન્ડિયાના સુકાની રહેલા વિરાટ કોહલી સાથે તેની તકરારના સમાચાર આવવા લાગ્યા હતા. ભારતને સાઉથ આફ્રિકાના પ્રવાસે જવાનું હતું. વિરાટ કોહલીના બદલે અચાનક જ રોહિત શર્માને કેપ્ટનસી સોંપી દેવામાં આવી હતી. કોહલીએ ટી20 ટીમની કેપ્ટનસી છોડતી વખતે વન-ડે અને ટેસ્ટ ટીમની કપ્તાની જારી રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે, બીસીસીઆઈ ઈચ્છતું હતું કે વ્હાઈટ બોલ ફોર્મેટમાં એક જ કેપ્ટન રહે. તેના કારણે કોહલી પાસેથી વન-ડે ટીમની કેપ્ટનસી પણ છીનવી લેવામાં આવી હતી. ત્યારે કહેવામાં આવતું હતું કે બોર્ડે કોહલી સાથે વાતચીત કરી હતી. પરંતુ કોહલીએ કહ્યું હતું કે આવી કોઈ વાત થઈ ન હતી. સાઉથ આફ્રિકાના પ્રવાસ બાદ કોહલીએ ટેસ્ટ ટીમનું સુકાની પદ પણ છોડી દીધું હતું.

પોતાના લોકોએ જ છોડ્યો ગાંગુલીનો સાથ
ગાંગુલી બીસીસીઆઈ અધ્યક્ષ પદ પર યથાવત રહેવા ઈચ્છતો હતો. જોકે, તેમને કહેવામાં આવ્યું કે બોર્ડ અધ્યક્ષ પદના મામલે આવું ચલણ નથી. બોર્ડના હેડક્વાર્ટરમાં 11 ઓક્ટોબરે યોજાયેલી બેઠકમાં હાજર રહેલા એક સભ્યએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે, ગાંગુલી પરેશાન લાગી રહ્યો હતો. હતાશ અને નિરાશ પણ હતો. રેજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી થયા બાદ તે પોતાની ઓફિસથી નીકળનારો અંતિમ વ્યક્તિ હતો. તે ઝડપથી પોતાની કારમાં બેઠો, બારીના કાચ ચઢાવી દીધા ને નીકળી ગયો હતો. રેજિસ્ટ્રેશનના એક દિવસ પહેલા અનૌપચારિક બેઠકોમાં ગાંગુલીને જણાવવામાં આવ્યું હતું કે તેમનું પ્રદર્શન અપેક્ષા પ્રમાણેનું રહ્યું ન હતું. ભૂતપૂર્વ બીસીસીઆઈ અધ્યક્ષ અને વર્તમાન બીસીસીઆઈ ટીમના મેન્ટર એન.શ્રીનિવાસન ગાંગુલીના મુખ્ય ટીકાકરોમાંથી એક હતા. ગાંગુલી પર આરોપ છે કે તેમણે એવી બ્રાન્ડ્સનું સમર્થન કર્યું જે બીસીસીઆઈની ઓફિશિયલ સ્પોન્સર્સની હરીફ હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *