કોહલીની ડેબ્યુ મેચમાં ટીમ ઈન્ડિયાની હાલત થઈ હતી કંગાળ, કારકિર્દીના 14 વર્ષ પૂરા - 14 years of virat kohli international debut he is flop in his first match

કોહલીની ડેબ્યુ મેચમાં ટીમ ઈન્ડિયાની હાલત થઈ હતી કંગાળ, કારકિર્દીના 14 વર્ષ પૂરા – 14 years of virat kohli international debut he is flop in his first match


ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની અને આક્રમક બેટર વિરાટ કોહલી માટે 18 ઓગસ્ટનો દિવસ ઘણો જ મહત્વનો છે. 18 ઓગસ્ટ 2008માં વિરાટ કોહલીએ ભારતીય ક્રિકેટ ટીમમાં પદાર્પણ કરતા આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. જોકે, તેના માટે ડેબ્યુ મેચ નિરાશાજનક રહી હતી. પોતાની ડેબ્યુ મેચમાં તે ફક્ત 12 રન જ નોંધાવી શક્યો હતો અને ટીમને આઠ વિકેટે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પોતાની ડેબ્યુ મેચમાં કોહલી ટીમ ઈન્ડિયા માટે ગૌતમ ગંભીર સાથે ઈનિંગ્સની શરૂઆત કરવા ઉતર્યો હતો. ભલે તેનું ડેબ્યુ ખરાબ રહ્યું હોય પરંતુ ત્યારપછી તેણે એક પછી એક રેકોર્ડ્સ પોતાન નામે કર્યા હતા. 14 વર્ષ દરમિયાન તેણે ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમની આગેવાની કરી અને આઈસીસી રેન્કિંગમાં વન-ડે, ટેસ્ટ અને ટી20માં નંબર વન બેટર પણ બન્યો.

ધોનીના નેતૃત્વમાં વિરાટ કોહલીને મળી હતી તક
વિરાટ કોહલીએ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનસીમાં ડેબ્યુની તક મળી હતી. શ્રીલંકાના દમ્બુલા ખાતે રમાયેલી મેચમાં ભારતીય બેટિંગ લાઈનઅપ વેરવિખેર થઈ ગઈ હતી. ભારતીય ટીમ 46 ઓવરમાં ફક્ત 146 રન નોંધાવીને ઓલ-આઉટ થઈ ગઈ હતી. ભારતના આ સ્કોરના જવાબમાં શ્રીલંકાએ 34.5 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 147 રન નોંધાવી મેચ જીતી લીધી હતી.

કોહલી પોતાની ડેબ્યુ મેચ પહેલા ભારતને પોતાની કેપ્ટનસીમાં અંડર-19 વર્લ્ડ કપ જીતાડી ચૂક્યો હતો. વીરેન્દ્ર સેહવાગ ઈજાગ્રસ્ત થયો હતો અને તેના કારણે શ્રીલંકા પ્રવાસ પર વિરાટ કોહલીને ટીમને સામેલ કરવામાં આવ્યો હતો. જોકે, કોહલી પ્રથમ વન-ડેમાં કંઈ કમાલ કરી શક્યો ન હતો. સમગ્ર સીરિઝમાં તેણે 159 રન નોંધાવ્યા હતા અને બીજો ટોપ સ્કોરર રહ્યો હતો. ડેબ્યુ સીરિઝમાં કોહલીનો સર્વોચ્ચ સ્કોર 54 રનનો હતો અને ભારતીય ટીમે 3-2થી સીરિઝ પોતાના નામે કરી હતી.

આવો છે વિરાટ કોહલીનો રેકોર્ડ
વર્ષ 2008માં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કરનારા વિરાટ કોહલીએ અત્યાર સુધી 262 વન-ડે રમી છે. આ દરમિયાન તેમણે 57.68ની સરેરાશ સાથે 12,344 રન નોંધાવ્યા છે. જેમાં 43 સદી અને 64 અડધી સદી સામેલ છે. આ ફોર્મેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 183 રનનો છે. વન-ડે ઉપરાંત તેણે ભારત માટે 102 ટેસ્ટ અને 99 ટી20 મેચ પણ રમી છે. ટેસ્ટમાં કોહલીએ 49.53ની સરેરાશ સાથે 8074 રન નોંધાવ્યા છે જેમાં 27 સદી અને 28 અડધી સદી ફટકારી છે. આ ફોર્મેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 254 રનનો રહ્યો છે. તેણે ટી20માં 3308 રન નોંધાવ્યા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *