દ્રવિડ અને રોહિતનું કામ
કેએલ રાહુલ ટીમમાં છે, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે તેના કરતા શુભમન ગિલને પ્રાથમિકતા આપવામાં આવશે અને દે ઈન્દોર ટેસ્ટમાં રોહિત શર્માનો પાર્ટનર હશે. જો કે, આ નક્કી કરવું એ કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માનું કામ છે. રાહુલે અત્યાર સુધીમાં 20, 17 અને 1 સ્કોર કર્યો છે. જેના કારણ ચારેકોર તેની આલોચના થઈ રહી છે. 47 ટેસ્ટ બાદ રાહુલની એવરેજ 33.44 થઈ ગઈ છે.
છતાં પણ વિશ્વાસ મૂક્યો
ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને કપ્ટન રોહિત શર્માએ તેમ છતાં પણ રાહુલ પર વિશ્વાસ મૂક્યો રહતો. દ્રવિડે દક્ષિણ આફ્રિકા અને ઈંગલેન્ડમાં ડાબા હાથે બેટિંગ કરતા પ્લેયર્સની સેન્ચ્યુઆરીનો હવાલો આપ્યો હતો, ત્યારે રોહિતે સ્કોરના બદલે ખેલાડીઓની ક્ષમતાની વાત કરી હતી. પસંદગીકર્તાએ જો કે રાહુલને વાઈસ કેપ્ટનના પદેતઈ હટાવી દીધો છે અને એનાથી 30 વર્ષીયને બહાર કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે.
ટ્વિટર વોર શરુ
પૂર્વ ક્રિકેટરોમાંના એક રાહુલને લઈને અલગ અલગ સલાહ છે. મોટાભાગના લોકોનું માનવું છે કે રાહુલ દ્રવિડને આપવામાં આવેલી તક યોગ્ય નથી. તો આકાશ ચોપરા જેવા કેટલાંક લોકોએ રાહુલનું સમર્થન કર્યું છે. રાહુલના સમર્થન બાદ વેંકટેશન પ્રસાદ અને આકાશ ચોપરા વચ્ચે એક યુદ્ધ જોવા મળ્યું હતું. આકાશે દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યૂઝિલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં પ્રદર્શનનો હવાલો આપ્યો હતો.
સતત નિશાન પર
ચોપરાએ રાહુલના 38.64ની એવરેજના સ્ક્રીનશોટ સાથે કહ્યું કે, SENA દેશોમાં ભારતીય બેટ્સમેનોએ સારુ પ્રદર્શન કર્યું એ જ કારણ છે કે પસંદગી કર્તા, કોચ, કેપ્ટન કેએલ રાહુલનું સમર્થન કરી રહ્યાં છે. તેણે આ સમયગાળા દરમિયાન ડોમેસ્ટિક મેદાન પર 2 ટેસ્ટ પણ રમી છે. રોહિત શર્મા અને વોશિંગ્ટન સુંદર પછી તમામ બેટ્સમેનમાં સર્વશ્રેષ્ઠ એવરેજ બતાવી રહ્યાં છે. તો સાથે જ ચોપરાએ કહ્યું કે, તેઓ બીસીસીઆઈમાં કોઈ પણ ભૂમિકા ભજવવા માગતા નથી અને ટીમ ઈન્ડિયા તથા આઈપીએલ ટીમમાં નોકરી કરવા માગતા નથી. તેઓએ ટ્વિટને વેંકટેશ પ્રસાદને ટ્રોલિંગ તરીકે જોવામાં આવી રહ્યા છે જે કેએલ રાહુલ પર સતત હુમલા કરી રહ્યા છે.
Latest Cricket News And Gujarat News