વિમેન્સ ટી20 વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. ત્યારે આફ્રિકાની બોલરે એક મોટો ઈતિહાસ રચ્યો છે. ઈતિહાસનો સૌથી ફાસ્ટ બોલ ફેંકીને શબનમ ઈસ્માઈલે હાહાકાર મચાવ્યો છે. આ કારનામુ કરીને તેણે દિગ્ગજોને પણ પાછળ છોડી દીધા છે. તેણે 128 કિમી પ્રતિ કલાકની ઝડપથી બોલ ફેંક્યો હતો. જે મહિલા ક્રિકેટ ઈતિહાસનો સૌથી ફાસ્ટ બોલ હાલ માનવમાં આવી રહ્યો છે. ત્યારે શબનમ ઈસ્માઈલ આ ઘટના બાદ ચર્ચામાં છવાઈ છે.