‘નાડી દોષ’ના ટ્રેલરમાં જોવા મળી રહ્યું છે કે ઓફિસમાં એકસાથે કામ કરતા યશ સોની અને જાનકી બોડીવાલા એકબીજાના પ્રેમમાં પડે છે. ટ્રેલરમાં તેઓ ખૂબ જ રોમેન્ટિક જોવા મળી રહ્યા છે. ‘નાડી દોષ’ની ફિલ્મમેકિંગ ટીમની વાત કરીએ તો ‘નાડી દોષ’ના લેખક અને ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક છે જ્યારે મ્યુઝિક કેદાર-ભાર્ગવે આપ્યું છે અને ગીતો ભાર્ગવ પુરોહિત તેમજ મિલિંદ ગઢવીએ લખ્યા છે.