આવી ગયું 'મૃગતૃષ્ણા'નું ટ્રેલર, ખુલ્લી આંખે સપના જોતાં બાળકોની છે વાર્તા - trailer of darshan ashwin trivedi gujarati film mrugtrushna the other side of the river released

આવી ગયું ‘મૃગતૃષ્ણા’નું ટ્રેલર, ખુલ્લી આંખે સપના જોતાં બાળકોની છે વાર્તા – trailer of darshan ashwin trivedi gujarati film mrugtrushna the other side of the river released


ગુજરાતી ફિલ્મ ‘મૃગતૃષ્ણા’ (Mrugtrushna)નું ટ્રેલર આવી ગયું છે. ડૉક્ટર દર્શન અશ્વિન ત્રિવેદી ડિરેક્ટેડ આ ગુજરાતી ફિલ્મ ‘મૃગતૃષ્ણા’ (Mrugtrushna: The Other Side of the River)માં ખુલ્લી આંખે સપનાં જોતાં બાળકોની વાર્તા છે. ગ્રામીણ પૃષ્ઠભૂમિ ધરાવતી ફિલ્મ ‘મૃગતૃષ્ણા’માં નદીની પેલે પાર જવા માગતા બાળકોની વાર્તા છે. બાળકોમાં હંમેશાં નવી વાત જાણવા માટેનો ઉત્સાહ હોય છે અને ‘મૃગતૃષ્ણા’માં પણ બાળકોને નદીની પેલે પાર આખરે શું છે તે જાણવાની ઈચ્છા જોવા મળી રહી છે. ‘મૃગતૃષ્ણા’માં એક્ટર જયેશ મોરે, વિશાલ શાહ, રાગી જાની, હેપ્પી ભાવસાર, ભરત ઠક્કર, શર્વરી જોષી, પૌરવી જોષી સહિતના કલાકારો છે.


‘મૃગતૃષ્ણા’ના કથા, પટકથા લેખક ડૉક્ટર દર્શન અશ્વિન ત્રિવેદી છે કે જેમણે આ ફિલ્મ ડિરેક્ટ પણ કરી છે. જ્યારે સંવાદ અંકિત ગોર, ગૌરાંગ આનંદ અને ડૉક્ટર દર્શન અશ્વિન ત્રિવેદીએ લખ્યા છે. ‘મૃગતૃષ્ણા’માં મ્યુઝિક નિશિથ મહેતાએ આપ્યું છે જ્યારે ગીતો અંકિત ગોર અને ગૌરાંગ આનંદે લખ્યા છે. ‘મૃગતૃષ્ણા’ના આર્ટ ડિરેક્ટર જય શિહોરા છે. ‘મૃગતૃષ્ણા’નું શૂટિંગ છોટા ઉદેપુર, પોળોના જંગલો, નર્મદા નદીના કિનારે તેમજ વરસોડાની હવેલી જેવી ગુજરાતના જાણીતા સ્થળોએ થયું છે.

થોડા દિવસો પહેલા ‘મૃગતૃષ્ણા’ના ડિરેક્ટર દર્શન અશ્વિન ત્રિવેદીએ અમારા સહયોગી ‘ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મેં હમણાં જ ફિલ્મ ‘કેરી’નું શૂટિંગ પૂરું કર્યું છે. ‘કેરી’ ફિલ્મના શૂટિંગ દરમિયાન મજા આવી હતી. મારી અગાઉની 3 ફિલ્મ (‘મૃગતૃષ્ણા’ સહિત) કરતા ‘કેરી’ એકદમ અલગ ફિલ્મ છે. આ ફિલ્મમાં મેં બોલિવૂડ એક્ટર રોહિત, દેવકી, અદિતિબહેન સહિતના કલાકારો સાથે કામ કર્યું છે. જ્યારે અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન હતું ત્યારે કેરીનું શૂટિંગ કર્યું હતું.

તેમણે વધુ વાત કરતા જણાવ્યું હતું કે ‘કેરી’નું શૂટિંગ અમદાવાદની આસપાસના વિસ્તારોમાં કરાયું છે. ‘કેરી’ ફિલ્મમાં માતા અને દીકરી વચ્ચેના મજબૂત સંબંધની વાર્તા છે. ‘કેરી’ની કથા અને પટકથા ડૉક્ટર દર્શન અશ્વિન ત્રિવેદીએ લખ્યા છે જ્યારે સંવાદ અંકિત ગોરે લખ્યા છે. ‘કેરી’માં જાણીતો બોલિવૂડ એક્ટર રોહિત, આરજે દેવકી, અદિતિ દેસાઈ, અનંગ દેસાઈ સહિતના કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *