આયર્લેન્ડ પ્રવાસમાં હાર્દિક પંડ્યા અને શુભમન ગિલને મળશે આરામ, તો કોણ બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન? - hardik pandya shubman gill may get rest in t20 series against ireland

આયર્લેન્ડ પ્રવાસમાં હાર્દિક પંડ્યા અને શુભમન ગિલને મળશે આરામ, તો કોણ બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન? – hardik pandya shubman gill may get rest in t20 series against ireland


નવી દિલ્હી: ભારતની T20 ટીમની કેપ્ટન્સી કરી રહેલા હાર્દિક પંડ્યા અને ત્રણેય ફોર્મેટમાં રમનાર શુભમન ગિલને આયર્લેન્ડ પ્રવાસમાં આરામ આપવામાં આવશે. જોકે, આ બંને ખેલાડીઓને આરામ અપાતા ટીમને તેમની ગેરહાજરી જરૂરી ખટકશે, પરંતુ આગામી એશિયા કપ અને વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ બંને ખેલાડી આયર્લેન્ડ સામે 18 ઓગસ્ટથી રમાનારી ટી20 શ્રેણીની ત્રણેય મેચમાં આરામ આપવામાં આવશે. બીસીસીઆઈના સૂત્રોએ આ માહિતી આપી હતી. જ્યારે હાર્દિક પંડ્યા ભારતની વનડે ટીમનો મહત્વનો ભાગ છે અને ઓલરાઉન્ડર હોવાને કારણે તે ટીમને સંતુલન આપે છે.શું હાર્દિક અને ગિલ આરામ કરશે?
ટીમ મેનેજમેન્ટ અને રાષ્ટ્રીય પસંદગી સમિતિ આ બંને ખેલાડીઓને લઈ સાવચેત રહેવા માગે છે. બોર્ડના એક સૂત્રએ જણાવ્યું હતું કે, “હજી સુધી કંઈ નક્કી થયું નથી અને તે વનડે અને ટી20 પછી હાર્દિક કેવું અનુભવે છે તેના પર પણ નિર્ભર રહેશે. આમાં ઘણો પ્રવાસ કરવો પડશે. તેમ જ ફ્લોરિડાથી ડબલિનનો પ્રવાસ કરતા પહેલા ત્રણ દિવસનો જ સમય છે. તેમણે જણાવ્યું હતું કે, વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને વર્કલોડ મેનેજમેન્ટ જરૂરી છે. વર્લ્ડ કપમાં તે વાઈસ કેપ્ટન પણ છે. જ્યારે ભારતીય ટીમ વેસ્ટઇન્ડીઝ સામે વેસ્ટઇન્ડીઝ અને અમેરિકામાં 27 જુલાઈથી 23 ઓગસ્ટ વચ્ચે ત્રણ વનડે અને 5 ટી20 મેચ રમશે. તો આયર્લેન્ડમાં ભારત 5 દિવસમાં ત્રણ ટી20 મેચ (18, 20 અને 23 ઓગસ્ટ) રમશે. વર્લ્ડ કપથી પહેલા ભારત એશિયા કપ પણ રમશે.

કોન બનશે કેપ્ટન?
રોહિત શર્મા ટી20 વર્લ્ડ કપ બાદ આ ફોર્મેટમાં નથી રમી રહ્યો. હાર્દિક પંડ્યાને નિયમિત કેપ્ટન તો નથી બનાવવામાં આવ્યો, પરંતુ તે સતત ટીમની કેપ્ટન્સી કરી રહ્યો છે. તેની સાથે સૂર્યકુમાર યાદવ વાઈસ કેપ્ટનની ભૂમિકામાં રહે છે. આવામાં હાર્દિકને આરામ મળશે તો આયર્લેન્ડ પ્રવાસમાં સૂર્યકુમાર યાદવ કેપ્ટન્સી કરતો જોવા મળી શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *