Weather Forecast Gujarat વરસાદના સમાચાર : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગામી 2 દિવસ સુધી ભારે વરસાદની આગાહી Varsad ni agahi ગુજરાતના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું હોવાથી સમગ્ર રાજ્યના મોટા ભાગના તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ Varsad પડવાની સંભાવના છે. ઉપરાંત સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે.
અરબી સમુદ્ર માં ડિપ્રેશન સર્જાયું હોવાથી વહીવટી તંત્ર દ્વારા માછીમારોને આગામી 2 દિવસ સુધી દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે. હાલ રાજ્યના બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. અગાઉ 12 તારીખથી વરસાદનું જોર ઘટવાની આગાહી કરવામાં આવી હતી, પરંતુ દરિયામાં વરસાદી સિસ્ટમ વધુ સક્રિય થતા હવામાન વિભાગે નવી આગાહી કરી છે. જેમાં 15 થી 16 ઓગષ્ટ દરમિયાન દરિયા કિનારાના વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 217 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં કડી, બારડોલી અને પાલનપુરમાં 2 ઇંચ, જોટાણા, દાંતા, પ્રાંતિજ, ખેરાલુ, મહેસાણા, ઉમરપાડા અને પોશિનામાં 2.5 ઇંચ, રાધનપુર, ઇડર, માણસા, હિંમતનગર અને તલોદમાં 4 ઇંચ, જ્યારે વિજયનગરમાં 5.59 ઇંચ અને વિજાપુરમાં 4.56 ઇંચ વરસાદ વરસ્યો છે. ઉપરાંત આજે સવારે 8 વાગ્યા સુધીમાં 26 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં હાંસોટ, ચોર્યાસી અને ઉમરપાડામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે.
50 કિલોમીટર કરતાં વધુ ઝડપે પવન ફૂંકાતા દરિયો ગાંડોતૂર બન્યો છે. ઝડપથી ફૂંકાતા પવનને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. દ્વારિકાના દરિયા કિનારે અંદાજે 12 થી 15 ફૂટ સુધી ઊંચા મોજા ઊછળ્યા હતા. જેને કારણે માછીમારોના જીવ તાળવે ચોંટ્યા છે. ભારે પવનને કારણે ઓખા બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. તથા દરિયામાં ભારે કરંટના કારણે અનેક બોટને નુકશાન થયુ છે. જેથી માછીમારી કરી રહેલા માછીમારો બંદર પરત ફર્યા છે.