એકસમયે અજય જાડેજાના પ્રેમમાં પાગલ હતી માધુરી દીક્ષિત! ઘર-પરિવાર પણ છોડવા તૈયાર હતી!
નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં રમાશે વર્લ્ડ કપની ફાઈનલ મેચ
ઈએસપીએન ક્રિકો ઈન્ફોના રિપોર્ટ પ્રમાણે, બીસીસીઆઈએ વર્લ્ડ કપ માટે કુલ 12 સ્થળને શોર્ટલિસ્ટ કર્યા છે. અમદાવાદ સિવાય જ્યાંના સ્ટેડિયમને આ મેગા ઈવેન્ટ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, તેમાં બેંગાલુરુ, ચેન્નઈ, દિલ્હી, ધર્મશાલા, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, લખનઉ, ઈન્દોર, રાજકોટ અને મુંબઈનો સમાવેશ થાય છે. જો કે, આ અંગે હજી સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. વર્લ્ડ કપની વાત કરીએ તો, 46 દિવસ સુધી ચાલનારા આ વર્લ્ડ કપમાં કુલ 48 મેચ રમાશે, જેમાં 3 નોકઆઉટ ટક્કર પણ સામેલ છે.
મેચ રમવાની તક ન મળતા એક્ટિંગના માર્ગે શિખર ધવન! પોપ્યુલર સીરિયલમાં પોલીસના રોલમાં દેખાશે?
વર્લ્ડ કપના શિડ્યૂલમાં મોડું થવાનું કારણ
સામાન્ય રીતે વર્લ્ડ કપની જાહેરાત ઓછામાં ઓછા એક વર્ષ પહેલા કરી દેવામાં આવે છે. પરંતુ આ વખતે બીસીસીઆઈ ભારત સરકાર તરફથી મળનારી જરૂરી મંજૂરીની પણ રાહ જોઈ રહ્યું છે. તેમાં બે મુખ્ય મુદ્દા સામેલ છેઃ ટુર્નામેન્ટ માટે કરમુક્તિ મેળવવી અને પાકિસ્તાનની ટીમ માટે વિઝા મંજૂરી, જે 2012 બાદથી ભારતમાં આઈસીસી ઈવેન્ટ્ સિવાય રમી નથી.
અમે 17-18 ખેલાડીઓને પસંદ કરી લીધા છેઃ રાહુલ દ્રવિડ
વર્લ્ડ કપમાં ભારત તરફથી કયા ખેલાડીઓ રમશે તે અંગે હજી સુધી જાહેરાત કરાઈ નથી. જો કે, કોચ રાહુલ દ્રવિડનું કહેવું છે કે તેમણે 17-18 ખેલાડીઓને પસંદ કરી લીધા છે. ચેન્નઈમાં મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે ‘અમે જે ટીમ અને ખેલાડીઓ ઈચ્છીએ છીએ તેને લઈને સ્પષ્ટ છીએ. અમે લગભગ 17-18 ખેલાડીઓને પસંદ કરી લીધા છે. અમારી પાસે કેટલાક એવા ખેલાડી છે, જેઓ ઈજામાંથી બહાર આવી રહ્યા છે અને રિકવરીને જોતા ફ્રેમમાં આવી શકે છે. જો કે, તેમને કમબેક કરવામાં કેટલો સમય લાગે છે તે જોવું રહેશે. કુલ મળીને અમે સારા સ્પેસમાં છીએ અને તે વાતને લઈને સ્પષ્ટ છીએ કે અમારે કેવી ટીમ જોઈએ છે. અમે તેવા ખેલાડીઓને વધારેમાં વધારે તક આપવામાં સક્ષમ છે, જેમને અત્યારસુધીમાં તક મળી હોવા છતાં સારું કરી શક્યા નથી’.
Read latest Cricket News and Gujarati News