Today News

હાર્દિક પંડ્યાએ ઓસ્ટ્રેલિયામાં ઉજવ્યો બર્થ-ડે, ટીમ ઈન્ડિયાના સાથી ખેલાડીઓ સાથે કાપી કેક – all rounder hardik pandya celebrates 29th birthday in perth cuts a cake with india teammates

હાર્દિક પંડ્યાએ ઓસ્ટ્રેલિયામાં ઉજવ્યો બર્થ-ડે, ટીમ ઈન્ડિયાના સાથી ખેલાડીઓ સાથે કાપી કેક - all rounder hardik pandya celebrates 29th birthday in perth cuts a cake with india teammates


Edited by Chintan Rami | I am Gujarat | Updated: 11 Oct 2022, 10:25 pm

Hardik Pandya 29th Birthday: પોતાના 29મા જન્મ દિવસે વડોદરાનો ઓલ-રાઉન્ડર એકદમ રિલેક્સ અને ખુશ જોવા મળ્યો હતો. હાર્દિકની કારકિર્દી છેલ્લા ઘણા સમયથી ઉતાર ચઢાવ વાળી રહી છે. ઈજાના કારણે તેને ઘણા સમય સુધી ક્રિકેટથી દૂર રહેવું પડ્યું હતું. જ્યારે બોલિંગ ન કરી શકવાના કારણે તેને ભારતીય ટીમમાંથી બહાર થવું પડ્યું હતું.

 

હાઈલાઈટ્સ:

  • હાર્દિક પંડ્યાએ પર્થમાં ટીમના સાથી ખેલાડીઓની હાજરીમાં કેક કાપીને પોતાના 29માં જન્મ દિવસની ઉજવણી કરી હતી
  • ભારતીય ક્રિકેટ ટીમ ટી20 વર્લ્ડ કપ રમવા માટે ઓસ્ટ્રેલિયા ગઈ છે, 23 ઓક્ટોબરે તે પોતાના અભિયાનનો પ્રારંભ કરશે
  • પોતાના 29મા જન્મ દિવસે વડોદરાનો ઓલ-રાઉન્ડર એકદમ રિલેક્સ અને ખુશ જોવા મળ્યો હતો
Hardik Pandya 29th Birth Day: ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ના સ્ટાર ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya)નો 11 ઓક્ટોબર મંગળવારે 29મો જન્મ દિવસ હતો. હાર્દિક પંડ્યા હાલમાં ટી20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમ સાથે છે. જ્યાં પર્થમાં હાર્દિક પંડ્યાએ ટીમના સાથે ખેલાડીઓ સાથે કેક કાપીને જન્મ દિવસની ઉજવણી કરી હતી. હાર્દિક પંડ્યાએ ડાર્ક બ્લુ જેકેટ અને બ્લુ જીન્સ પહેર્યું હતું. હાર્દિકના જન્મ દિવસની ઉજવણીની તસ્વીરો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) તેના ટ્વિટર પેજ પર પોસ્ટ કર્યા હતા. હાર્દિકે કેક કાપી ત્યારે ભારતીય ટીમનો સુકાની રોહિત શર્મા, હેડ કોચ રાહુલ દ્રવિડ, વિકેટકીપર બેટર રિશભ પંત અને ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન સહિત અન્ય ખેલાડીઓ હાજર રહ્યા હતા.

પોતાના 29મા જન્મ દિવસે વડોદરાનો ઓલ-રાઉન્ડર એકદમ રિલેક્સ અને ખુશ જોવા મળ્યો હતો. હાર્દિકની કારકિર્દી છેલ્લા ઘણા સમયથી ઉતાર ચઢાવ વાળી રહી છે. ઈજાના કારણે તેને ઘણા સમય સુધી ક્રિકેટથી દૂર રહેવું પડ્યું હતું. જ્યારે બોલિંગ ન કરી શકવાના કારણે તેને ભારતીય ટીમમાંથી બહાર થવું પડ્યું હતું. જોકે, આઈપીએલ-2022 દ્વારા તેણે કમબેક કર્યું હતું. તેને આઈપીએલની નવી ટીમ ગુજરાત ટાઈટન્સ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને તેણે ટીમને ચેમ્પિયન પણ બનાવી હતી. હાર્દિક પંડ્યાએ પોતાના ખાસ દિવસ પર પોતાના પરિવારને યાદ કર્યો હતો. તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે તે પોતાના પુત્રને મિસ કરી રહ્યો છે.
ટી20 ટીમમાં તેણે પુનરાગમન કર્યું ત્યારથી તેનું ફોર્મ ઘણું દમદાર રહ્યું છે. બેટિંગ અને બોલિંગ બંનેમાં તેણે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. તેણે 19 મેચમાં 150થી વધુની સ્ટ્રાઈક રેટ સાથે 436 રન નોંધાવ્યા છે. ભારતીય ખેલાડીઓ પર્થમાં છે અને ત્યાં તેમના પરિવારજનો તેમની સાથે નથી કેમ કે ત્યાં આઠ દિવસનો ટી20 વર્લ્ડ કપની તૈયારીઓ માટેનો કેમ્પ ચાલી રહ્યો છે. ભારતે સોમવારે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા ઈલેવન સામે વોર્મ અપ મેચ રમી હતી. ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી ટી20 વર્લ્ડ કપનો પ્રારંભ થશે.

ભારતે પ્રથમ વોર્મ અપ મેચમાં વિજય નોંધાવ્યા હતો અને હવે તે વેસ્ટ ઓસ્ટ્રેલિયા ઈલેવન સામે 13 ઓક્ટોબરે પોતાની બીજી વોર્મ અપ મેચ રમશે. ભારત ટી20 વર્લ્ડ કપમાં પોતાના અભિયાનનો પ્રારંભ 23 ઓક્ટોબરે કરશે. ભારત મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે પોતાની પ્રથમ મેચ રમશે.

Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ

Exit mobile version