ભારતીય ક્રિકેટ ટીમના ઈન-ફોર્મ બેટર સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) ટી20 રેન્કિંગમાં પોતાનું ટોચનું સ્થાન ગુમાવી દીધું છે. આ સાથે પાકિસ્તાનના સ્ટાર ઓપનર મોહમ્મદ રિઝવાન (Mohammed Rizwan) ફરીથી નંબર-1 બેટર બની ગયો છે. બુધવારે જાહેર કરવામાં આવેલી આઈસીસી ટી20 રેન્કિંગ (ICC T20 Rankings)માં બેટર્સ રેન્કિંગમાં સૂર્યકુમાર યાદવ થોડા જ રેન્કિંગ પોઈન્ટના કારણે બીજા ક્રમે ધકેલાઈ ગયો છે. ટોચના સ્થાને રહેલા મોહમ્મદ રિઝવાન અને બીજા ક્રમે રહેલા સૂર્યકુમાર યાદવ વચ્ચે ફક્ત 16 રેન્કિંગ પોઈન્ટનું જ અંતર છે. રિઝવાનના 854 પોઈન્ટ છે જ્યારે સૂર્યુકમાર યાદવના 838 પોઈન્ટ છે. 2022માં ટી20માં સૂર્યકુમાર યાદવનું ફોર્મ શાનદાર રહ્યું છે. સાઉથ આફ્રિકા સામે મંગળવારે સમાપ્ત થયેલી ત્રણ ટી20 મેચની સીરિઝમાં તેણે બે અડધી સદી સાથે 119 રન નોંધાવ્યા હતા.
જોકે, 32 વર્ષીય સૂર્યકુમાર પાસે ફરીથી ટોચનું સ્થાન મેળવવાની તક રહેલી છે. જો સૂર્યકુમાર ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડ કપ (T20 World Cup 2022)માં શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે તો તે ફરીથી ટોચના સ્થાને પહોંચી શકે છે. રિઝવાને ઈંગ્લેન્ડ વિરુદ્ધ સમાપ્ત થયેલી સાત મેચની ટી20 સીરિઝમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું અને તે સીરિઝમાં સૌથી વધુ રન નોંધાવનારો બેટર રહ્યો હતો. તેણે 316 રન નોંધાવ્યા હતા. જોકે, તે છઠ્ઠી ટી20 મેચમાં રમી શક્યો ન હતો જ્યારે અંતિમ મેચમાં તે ફક્ત એક જ રન નોંધાવી શક્યો હતો જેના કારણે તેના રેન્કિંગ પોઈન્ટમાં થોડો ઘટાડો થયો હતો.

પાકિસ્તાની સુકાની બાબર આઝમ ત્રીજા ક્રમે છે. અન્ય ભારતીય બેટરની વાત કરવામાં આવે તો ઓપનર લોકેશ રાહુલ સાત સ્થાનના કૂદકા સાથે 14માં ક્રમે પહોંચી ગયો છે. તેણે સાઉથ આફ્રિકા સામે લાજવાબ પ્રદર્શન કરતાં 108 રન નોંધાવ્યા હતા. જ્યારે સાઉથ આફ્રિકાનો ક્વિન્ટન ડીકોક 12માં, રિલી રોસોઉ 20માં અને ડેવિડ મિલર 29માં સ્થાને આવી ગયા છે.
બોલર્સ રેન્કિંગની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર જોશ હેઝલવૂડ ટોચના સ્થાને છે. જ્યારે સાઉથ આફ્રિકન સ્પિનર તબરૈઝ શમશી અને ઈંગ્લેન્ડના આદિલ રાશિદને નુકસાન સહન કરવું પડ્યું છે. અફઘાનિસ્તાનનો સ્ટાર સ્પિનર રાશિદ ખાન બીજા ક્રમે છે જ્યારે શ્રીલંકાનો વાનિન્દુ હસારંગા ત્રીજા ક્રમે છે. ઓસ્ટ્રેલિયન અનુભવી સ્પિનર એડમ ઝામ્પા ચોથા ક્રમે છે. આ તમામ બોલર્સને બે-બે સ્થાનનો ફાયદો થયો છે.