સિરીઝ પહેલા શ્રેયસ અય્યર ઈન્ડિયન ટીમથી બહાર

સિરીઝ પહેલા શ્રેયસ અય્યર ઈન્ડિયન ટીમથી બહાર


દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પૂરી થઈ ગઈ છે. હવે ત્યારપછી બંને ટીમો વચ્ચે 3 મેચની વનડે સિરીઝ રમાવા જઈ રહી છે. જેની પહેલી મેચ 17 માર્ચના દિવસે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ વનડે સિરીઝ પહેલા ભારતીય ટીમમાંથી શ્રેયસ અય્યર બહાર થઈ ગયો છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે શ્રેયસ અય્યરને પીઠમાં ઈજા પહોંચી છે જેના કારણે તે ટીમની બહાર થઈ ગયો છે. આ અંગે ઈન્ડિયન ટીમના ફિલ્ડિંગ કોચ ટી.દિલીપનું નિવેદન બહાર આવ્યું છે.

શ્રેયસ અય્યર બહાર થઈ ગયો
ઓસ્ટ્રેલિયા સામે વનડે સિરીઝ પહેલા ટીમનો આક્રમક અને યુવા ખેલાડી શ્રેયસ અય્યર ઈન્ડિયન ટીમથી બહાર થઈ ગયો છે. ફિલ્ડિંગ કોચ ટી.દિલીપે પોતાના નિવેદનમાં જણાવ્યું કે આ રમતનો એક ભાગ છે. અમારી પાસે સૌથી સારી ચિકિત્સા સુવિધા છે અને અમે સતત નેશનલ ક્રિકેટ એકેડમીના સંપર્કમાં છીએ. જોકે શ્રેયસ અય્યર અત્યારે આ સિરીઝથી બહાર થઈ ગયો છે.

શ્રેયસ અય્યરને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ અમદાવાદ ટેસ્ટ મેચ દરમિયાન લોઅર-બેકમાં પેઈન હતો. આ ફરિયાદ કર્યા પછી તેને મેડિકલ ટીમ દ્વારા સ્કેન માટે લઈ જવાયો હતો. ત્યારપછી ઈન્ડિયન ટીમની આ મેચમાં પહેલી ઈનિંગ દરમિયાન બેટિંગ કરવા માટે પણ તે મેદાનમાં ઉતર્યો નહોતો. ટેસ્ટ સિરીઝની પહેલી મેચમં પણ શ્રેયસને ઘણી મુશ્કેલી પડી રહી હતી તેથી ટીમનો ભાગ નહોતો.

IPLમાં રમવા સામે સસ્પેન્સ
શ્રેયસ અય્યર જેવી રીતે લોઅર બેક ઈન્જરીથી મુશ્કેલીમાં મુકાયો છે એને જોતા આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની સીઝનની કેટલીક શરૂઆતની મેચોમાં તેના રમવા અંગે સસ્પેન્સ જોવા મળી શકે છે. તેવામાં આ કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ માટે પણ મોટા ફટકા સમાન રહેશે. કારણ કે શરૂઆતની સીઝનથી જ મેચમાં પકડ બનાવવાની હોય છે તેવામાં શ્રેયસ જ નહીં હોય તો ટીમને નવા કેપ્ટનની પણ જાહેરાત કરવી પડશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *