Today News

વેડિંગ એનિવર્સરી પર ‘કચ્છની કોયલ’ Geetaben Rabariએ ખરીદી નવી કાર, જીવનને ખુશીઓથી ભરી દેવા માટે પતિનો માન્યો આભાર – geetaben rabari and husband pruthvi rabari completed seven year of togetherness

વેડિંગ એનિવર્સરી પર 'કચ્છની કોયલ' Geetaben Rabariએ ખરીદી નવી કાર, જીવનને ખુશીઓથી ભરી દેવા માટે પતિનો માન્યો આભાર - geetaben rabari and husband pruthvi rabari completed seven year of togetherness


‘કચ્છની કોયલ’ તરીકે દેશ અને દુનિયાભરમાં જાણીતા ગુજરાતી લોકગાયિકા ગીતાબેન રબારી (Geetaben Rabari) માટે તેમના પતિ પૃથ્વી રબારી (Pruthvi Rabari) એક મજબૂત સપોર્ટ છે. તેઓ વિદેશ કે પછી દેશના કોઈ પણ ખૂણે લોકડાયરો અથવા ભજન સંધ્યાના કાર્યક્રમમાં જાય ત્યારે પૃથ્વી હંમેશા તેમની સાથે જાય છે. ગીતાબેન રબારી અને પૃથ્વી રબારીના લગ્નજીવનને સાત વર્ષ થઈ ગયા છે. એનિવર્સરી દંપતીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર એકબીજાને એનિવર્સરીની શુભેચ્છા પાઠવી છે. ગીતાબેન હાલમાં જ લોકડાયરા માટે અમેરિકા ગયા હતા, આ દરમિયાનની પતિ સાથેની તસવીરો તેમણે શેર કરી છે. જેમાં તેમણે હંમેશાની જેમ પરંપરાગત પોષાક અને ઘરેણાં પહેર્યા છે જ્યારે પૃથ્વી વ્હાઈટ ટીશર્ટ, ડેનિમ અને જેકેટમાં જોવા મળી રહ્યા છે.

એક નાનકડાં સર્વેમાં ભાગ લો અને મેળવો નવોનક્કોર Samsung Galaxy M32 જીતવાની તક


પતિને વેડિંગ એનિવર્સરી પર વિશ કરતાં ગીતાબેન રબારીએ પ્રેમ વ્યક્ત કર્યો છે. તેમજ તેમના જીવનને ખુશીઓથી ભરી દેવા માટે આભાર માન્યો છે. તેમણે લખ્યું છે ‘પહેલા કરતાં મારા જીવનને વધારે સારું અને ખુશીઓથી ભરી દેવા માટે આભાર. શબ્દોથી વ્યક્ત ન કરી શકું એટલો પ્રેમ તમને કરું છું. સાતમી મેરેજ એનિવર્સરીની શુભેચ્છા, મારા વ્હાલા પતિ @pruthvirabari79’.ગીતાબેન રબારીની પોસ્ટ પર સિંગર જીગરદાન ગઢવી, રાહુલ મુંજારિયા, આંચલ શાહ, કિંજલ દવે તેમજ બોલિવુડ સિંગર સલિમ મર્ચન્ટે કોમેન્ટ કરીને બંનેને અભિનંદન પાઠવ્યા છે.

આવી ગયું ‘મૃગતૃષ્ણા’નું ટ્રેલર, ખુલ્લી આંખે સપના જોતાં બાળકોની છે વાર્તા


પૃથ્વી રબારીએ પણ પત્ની ગીતા રબારી સાથેની તસવીરો શેર કરી છે. આ સાથે લખ્યું છે ‘અમે #7yearanniversary #7yearsoftogetherness’.


જાનકી બોડીવાલા સાથેના અફેર વિશે યશ સોનીએ કર્યો ઘટસ્ફોટ, જાણીને તૂટી ગયું ફેન્સનું દિલ
એનિવર્સરી પર જ ગીતાબેન રબારીએ બ્રાન્ડ ન્યૂ કાર ખરીદી હતી. તેઓ Toyota Innovaના માલિક બન્યા છે. ઈન્સ્ટાગ્રામ પર કાર પરથી લાલ પડદો હટાવતો વીડિયો તેમણે શેર કર્યો હતો. આ સાથે લખ્યું હતું ‘પરિવારમાં વધુ એક નવા સભ્યનું આગમન’. આ પોસ્ટ પર કોમેન્ટ કરીને કિંજલ દવે, ઉર્વશી રાદડિયા, કાજલ મહેરિયા, નૈતિક નાગડા સહિતના મિત્રોએ કોમેન્ટ કરીને અભિનંદન પાઠવ્યા હતા.

જણાવી દઈએ કે, ગીતાબેન રબારી ગુજરાતના જાણીતા લોકગાયિકા છે. માર્ચ મહિનામાં તેમણે અમેરિકાના વિવિધ શહેરમાં લોકડાયરો યોજ્યો હતો. જેને ત્યાં ગુજ્જુ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. તેમના તમામ કાર્યક્રમો હાઉસફુલ ગયા હતા. આટલું જ નહીં કેટલાક પ્રેક્ષકોએ તો ગીતાબેન રબારી પર ડોલરોનો વરસાદ પણ કર્યો હતો.

ગીતાબેન રબારી મૂળ કચ્છના અંજારના વતની છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી તેઓ અમદાવાદમાં આવીને વસ્યા છે. તેમણે બોલિવુડ સેલિબ્રિટીના ઘરને ટક્કર મારે તેવું ઘર પણ બનાવ્યું છે. જ્યાં તેઓ પરિવાર સાથે રહે છે.

‘ધ ખતરા ખતરા ખતરા શો’ના સેટ પર રાહુલ વૈદ્યએ ફરાહ ખાન માટે ગાયું સોન્ગ, અનન્યા પાંડેની વાત સાંભળી સૌ હસ્યા



Exit mobile version