એક સમયે વિનોદ કાંબલીની લાઈફસ્ટાઈલની ચર્ચા થતી હતી પરતુ હાલમાં તેનો પરિવાર બીસીસીઆઈ તરફથી મળનારા 30,000 રૂપિયાના પેન્શન પર ચાલી રહ્યો છે. વિનોદ કાંબલીએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેનો પરિવાર હાલમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. તેને નોકરીની ઘણી જરૂર છે. કાંબલીએ મુંબઈ ક્રિકેટર એસોસિયેશનને નોકરી આપવાની માંગ કરી હતી
હાઈલાઈટ્સ:
- એક સમયે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલીની લાઈફસ્ટાઈલની ચર્ચા થતી હતી
- હાલમાં તેનો પરિવાર બીસીસીઆઈ તરફથી મળનારા 30,000 રૂપિયાના પેન્શન પર ચાલી રહ્યો છે
- વિનોદ કાંબલીએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેનો પરિવાર હાલમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે
નોકરી આપવાની કરી હતી માંગ
વિનોદ કાંબલીએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેનો પરિવાર હાલમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. તેને નોકરીની ઘણી જરૂર છે. કાંબલીએ મુંબઈ ક્રિકેટર એસોસિયેશનને નોકરી આપવાની માંગ કરી હતી. વિનોદ કાંબલી ક્રિકેટ ઈતિહાસના સર્વશ્રેષ્ઠ બેટર્સમાં સામેલ સચિન તેંડુલકરનો નાનપણનો મિત્ર છે. બંનેએ સ્કૂલ ક્રિકેટમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી હતી. ભારતીય ક્રિકેટ ટીમ માટે પણ કાંબલીની કારકિર્દીની શરૂઆત ધમાકેદાર રહી હતી. વિનોદ કાંબલીએ પોતાની ત્રીજી ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી. તેણે 1993માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ટેસ્ટમાં 224 રન ફટકાર્યા હતા.
નોકરીની ઓફર મળી
આ ખબર સામે આવ્યા બાદ વિનોદ કાંબલી સતત ચર્ચામાં રહ્યો છે. જોકે, હવે તેને એક નોકરીની ઓફર આવી છે. મહારાષ્ટ્રના એક બિઝનેસમેને તેમને નોકરીની ઓફર કરી છે. સંદીપ થોરાટ નામાના આ બિઝનેસમેને તેમને એક લાખ રૂપિયા સેલેરી આપવાની વાત પણ કરી છે. જોકે, આ નોકરી ક્રિકેટ સાથે જોડાયેલી નથી. કાંબલીને મુંબઈમાં સહ્યાદ્રી બિઝનેસ ગ્રુપમાં નાણા વિભાગમાં નોકરીની ઓફર મળી છે.
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ