Today News

વિડીયોઃ ઈંગ્લેન્ડ સામે રેકોર્ડ બ્રેક વિજયને બાબર આઝમે ઓનર્સ બોર્ડ પર નોંધ્યો – babar azam enters pakistans 10 wicket win over england on karachis national stadium honours board

વિડીયોઃ ઈંગ્લેન્ડ સામે રેકોર્ડ બ્રેક વિજયને બાબર આઝમે ઓનર્સ બોર્ડ પર નોંધ્યો - babar azam enters pakistans 10 wicket win over england on karachis national stadium honours board


પાકિસ્તાની ટીમે ગુરૂવારે કરાચી નેશનલ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી બીજી ટી20 ક્રિકેટ મેચમાં 10 વિકેટે ધમાકેદાર વિજય નોંધાવ્યો હતો. આ વિજય સાથે પાકિસ્તાને સાત ટી20 મેચની સીરિઝ 1-1થી બરાબરી પર લાવી દીધી છે. પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડનો વિજય થયો હતો. ઈંગ્લેન્ડ સામે 10 વિકેટે વિજય નોંધાવ્યા બાદ પાકિસ્તાની સુકાની બાબર આઝમે કરાચી સ્ટેડિયમના ઓનર્સ બોર્ડ પર પોતાની ટીમના વિજયની વિગત લખી હતી. આ મેચ હાઈ સ્કોરિંગ રહી હતી. સુકાની બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની જોડીએ 203 રનની અતૂટ ભાગીદારી નોંધાવી હતી અને ટીમને વિજય અપાવ્યો હતો.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક વિડીયો પોતાના ટ્વિટર પેજ પર શેર કર્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે બાબર આઝમ ઓનર્સ બોર્ડ પર પોતાની ટીમના વિજયની વિગતો લખે છે. પીસીબીએ વિડીયો ટ્વિટ કરીને કેપ્શનમાં લખ્યું હતું કે, બાબર આઝમ નેશનલ સ્ટેડિયમ કરાચીના ઓનર્સ બોર્ડ પર ઈંગ્લેન્ડ સામેના 10 વિકેટે વિજયની નોંધ કરી.

નોંધનીય છે કે એશિયા કપ દરમિયાન બાબર આઝમનું બેટિંગ પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. જ્યારે મોહમ્મદ રિઝવાનની ધીમી બેટિંગની પણ ટીકા થઈ હતી. જોકે, હવે ઈંગ્લેન્ડ સામે બીજી ટી20માં તેમણે રેકોર્ડ બ્રેકિંગ ભાગીદારી નોંધાવીને ટીકાકારોને જવાબ આપી દીધો છે. એશિયા કપની ફાઈનલમાં શ્રીલંકા સામે પરાજય બાદ પાકિસ્તાની ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર્સ અને ક્રિકેટ પ્રેમીઓએ ટીમની ટીકાઓ કરી હતી.

કાર્યકારી સુકાની મોઈન અલીની ટીમે પ્રથમ બેટિંગનો નિર્ણય કરતા પાંચ વિકેટે 199 રનનો સ્કોર નોંધાવ્યો હતો. મોઈન અલીએ 23 બોલમા અણનમ 55 રન ફટકાર્યા હતા. જ્યારે બેન ડકેટે 22 બોલમાં 43 રન નોંધાવ્યા હતા. જેના કારણે ઈંગ્લેન્ડે પાકિસ્તાન સામે પડકારજનક સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાને આસાનીથી વિજ યનોંધાવી દીધો હતો. બાબર આઝમે 66 બોલમાં અણનમ 110 રનની લાજવાબ ઈનિંગ્સ રમી હતી. જ્યારે રિઝવાન 51 બોલમાં 88 રન નોંધાવીને નોટઆઉટ રહ્યો હતો. પાકિસ્તાને ત્રણ બોલ બાકી રાખતા મેચ જીતી લીધી હતી.

બાબર આઝમ ટી20 ક્રિકેટમાં સૌથી વધુ રન નોંધાવનારો બેટર બની ગયો છે. તેણે ઓસ્ટ્રેલિયાના એરોન ફિંચને પાછળ રાખી દીધો છે. બાબર અને રિઝવાનની જોડીએ આંતરરાષ્ટ્રીય ટી20માં રન ચેઝમાં સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ નોંધાવ્યો હતો. આ જોડીએ પોતાનો જ રેકોર્ડ તોડી નાંખ્યો છે. અગાઉ તેમણે 2021માં સાઉથ આફ્રિકા સામે 197 રનની ભાગીદારી નોંધાવી હતી. આ સાથે હવે તેઓ ટી20માં કોઈ પણ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી નોંધાનારી જોડી બની ગઈ છે.

Exit mobile version