રોહિત શર્માએ બનાવ્યો કરિયરનો સૌથી મોટો રેકોર્ડ, સચિન, કોહલી, દ્વવિડવાળી મહાન ક્લબમાં થયો સામેલ - ind vs aus test match rohit sharma completes 17000 international runs

રોહિત શર્માએ બનાવ્યો કરિયરનો સૌથી મોટો રેકોર્ડ, સચિન, કોહલી, દ્વવિડવાળી મહાન ક્લબમાં થયો સામેલ – ind vs aus test match rohit sharma completes 17000 international runs


અમદાવાદઃ ભારતના કેપ્ટન રોહિત શર્માએ એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. રોહિતે પોતાની ઈનિંગમાં જેવા 21 રન બનાવ્યા એવો જ તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 17000 રન પૂરાં કરવામાં સફળ રહ્યો હતો. તે ભારત તરફથી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 17 હજાર રન બનાવનારો સાતમો બેટ્સમેન બની ગયો છે. રોહિત પહેલાં આ કારનામુ સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી, એમએસ ધોની અને વીરેન્દ્ર સહેલાગે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કરવામાં સફળ રહ્યા છે.

સૌથી વધુ રન સચિનના નામે
મહત્વનું છે કે, ભારત માટે સૌથી વધારે ઈન્ટરનેશનલ રન સચિન તેંડુલકરે બનાવ્યા છે. તેંડુલકર વિશ્વ ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનારો બેટ્સમેન પણ છે, મહાન સચિને પોતાના ઈન્ટરનેશનલ કરિયરમાં 34,357 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ મામલે બીજા નંબરે શ્રીલંકાનો દિગ્ગજ બેટ્સમેન કુમાર સંગાકારા છે. જેણે પોતાના કકરિયરમાં 28,016 રન બનાવ્યા હતા.
અશ્વિને કુંબલેનો મોટો રેકોર્ડ તોડી લાયનની બરાબરી કરી, પણ રહી ગયો હશે એક વસવસો!
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 17 હજાર પ્લસ રન બનાવનારા સક્રિય ખેલાડી
વિરાટ કોહલી-25047
જો રુટ-18048
ડેવિડ વોર્નર-17059
રોહિત શર્મા-17011*

રોહિતે ફટકાર્યા માત્ર 35 રન
જો કે, ભારતીય કેપ્ટન રોહિત શર્મા માત્ર 35 રન બનાવીને આઉટ થયો હતો રોહિતને સ્પિનર મેથ્યુ કુહ્યમૈને કેચ આઉટ કરીને પેવેલિયન ભેગો કર્યો ગતો. રોહિત સારા ફોમમાં હતો પણ દુર્ભાગ્યવશ સ્પિનર મેથ્યુની બોલિંગમાં ચકરાવે ચઢી ગયો અને શોર્ટ પોઈન્ટ પર લાબુશને કેચ આપી બેઠો હતો. પોતાની ઈનિંગમાં હિટ મેને 58 બોલનો સામનો કર્યો હતો. સાથે જ રોહિતે પોતાની 35 રનની ઈનિંગમાં ત્રણ ચોગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. ગિલ સાથે મળીને રોહિતે પહેલી વિકેટ માટે 74 રનની પાર્ટનરશીપ કરી હતી.
રોહિત શર્માએ બનાવ્યો કરિયરનો સૌથી મોટો રેકોર્ડ, સચિન, કોહલી, દ્વવિડવાળી મહાન ક્લબમાં થયો સામેલ - ind vs aus test match rohit sharma completes 17000 international runsઅમદાવાદમાં ખ્વાજાએ ઈતિહાસ રચ્યો, આ સિદ્ધિ નોંધાવનારો પ્રથમ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બન્યો
ઓસ્ટ્રેલિયાની પહેલી ઈનિંગમા્ં 480 રન
મહત્વનું છે કે, ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં 480 રન બનાવયા હતા. જેમાંથી ખ્વાજાએ 180 રનની ઈનિંગ રમી હતી. ભારત તરફથી સૌથી સફળ બોલર અશ્વિન રહ્યો હતો. જેણે 6 વિકેટ પોતાના નામે કરી હતી.
Latest Cricket News And Gujarat News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *