Today News

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની MI એમિરેટ્સ અને MI કેપટાઉન ટીમના બ્રાન્ડ નેમ જાહેર કર્યા – reliance industries unveils mi emirates and mi cape town brand name and identity

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની MI એમિરેટ્સ અને MI કેપટાઉન ટીમના બ્રાન્ડ નેમ જાહેર કર્યા - reliance industries unveils mi emirates and mi cape town brand name and identity


આઈપીએલની મુંબઈ ઈન્ડિયન્સ ટીમ હવે અન્ય બે દેશોમાં પણ રમતી જોવા મળશે. જોકે, આ બંને ટીમના નામ અલગ હશે. મુંબઈ ઈન્ડિયન્સની માલિક કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે બુધવારે મુંબઈ ઈન્ડિયન્સ વન ફેમિલીમાં જોડાઈ રહેલી બે નવી ફ્રેન્ચાઈઝીના નામ અને બ્રાન્ડનું અનાવરણ કર્યું હતું. રિલાયન્સે યુએઈની ઈન્ટરનેશનલ લીગ ટી20માં રમનારી ટીમનું નામ એમઆઈ એમિરેટ્સ અને ક્રિકેટ સાઉથ આફ્રિકા ટી20 લીગમાં રમનારી ટીમનું નામ એમઆઈ કેપટાઉન રાખ્યું છે. આ ટીમની જર્સી આઈકોનિક બ્લુ અને ગોલ્ડન રંગની હશે.

MI એમિરેટ્સ અને MI કેપટાઉન- આ બંને ટીમના નામ જે પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે તે ચોક્કસ પ્રદેશ સાથે સંકળાયેલા છે. MI Emirates એટલે MY Emirates અને MI Cape Town એટલે MY Cape Town એવું થાય છે. રિલાયન્સે જણાવ્યું હતું કે, અમે આ બંને ટીમો એમિરેટ્સ અને કેપટાઉનના ચાહકોને સમર્પિત કરીએ છીએ. આ બંને નવી ટીમ મુંબઈ ઈન્ડિયન્સની પ્રતિષ્ઠિત ઓળખ અને સ્થાનિક પ્રભાવનો સમન્વય કરે છે. વન ફેમિલીનું વૈશ્વિક વિસ્તરણ લીગમાં નૈતિકતા અને મૂલ્યો લાવશે જેણે મુંબઈ ઈન્ડિયન્સને ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં સૌથી લોકપ્રિય ટીમોમાંની એક ટીમ બનાવી છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, અમારી વન ફેમિલીમાં મને MI એમિરેટ્સ અને MI કેપટાઉન ટીમોનું સ્વાગત કરવાનો ઘણો આનંદ થઈ રહ્યો છે. અમારા માટે MI ક્રિકેટથી આગળ અને સવિશેષ સ્થાન ધરાવે છે. તે સપના જોવાની, નિર્ભય બનવાની અને જીવનમાં હકારાત્મક વલણ કેળવવાની ક્ષમતાને વાસ્તવિક બનાવે છે. મને ખાતરી છે કે આ બંને નવી ટીમો સમાન નીતિ અપનાવશે અને MIના વૈશ્વિક ક્રિકેટ વારસાને નવી ઊંચાઈએ લઈ જશે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ક્રિકેટ ફ્રેન્ચાઈઝીની માલિકી, ભારતમાં ફૂટબોલ લીગ, સ્પોર્ટ્સ સ્પોન્સલશિપ, કન્સલ્ટન્સી અને એથ્લેટ ટેલેન્ટ મેનેજમેન્ટ દ્વારા રમતગમતની ઈકોસિસ્ટમને વિકસિત કરવામાં અને ઉદ્યોગની શ્રેષ્ઠ પદ્ધતિઓ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

Exit mobile version